તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:નેક માટે દરેક ભવનને 90-90 હજાર ફાળવ્યા, વાપરવાના ક્યા તેનો યુનિ.એ પરિપત્ર જ ન કર્યો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બજેટરિયલ જોગવાઇ છે, બિલ્ડિંગના બ્યુટીફિકેશનમાં વાપરવાના છે:કુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છેલ્લી ફાઇનાન્સ કમિટીમાં નેક માટે દરેક ભવનને રૂ.90-90 હજાર ફાળવવાનો નિર્ણય સત્તાધીશોએ લીધો હતો, પરંતુ તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તેનો પરિપત્ર જ કરવાનું ભૂલી જતા ભવનોના ‌વડા આ નાણાંનો ઉપયોગ ક્યાં કરવો તેની વિમાસણમાં મુકાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી જાન્યુઆરીમાં નેકની ટીમ મૂલ્યાંકન માટે આવનારી છે ત્યારે યુનિવર્સિટીને ‘એ’ અથવા ‘એ પ્લસ’ ગ્રેડ અપાવવા સત્તાધીશોએ કવાયત આદરી છે અને તેના ભાગરૂપે છેલ્લી ફાઇનાન્સ કમિટીની બેઠકમાં દરેક ભવનને રૂ.90-90 હજાર ફાળવ્યા હતા. ભવનોને રૂ.90-90 હજાર જેવી તગડી રકમ ફાળવી દીધા બાદ પણ સત્તાધીશોએ આ નાણાં ક્યા વાપરવાના છે, કેટલી મર્યાદામાં વાપરવાના છે, ક્યા કામ માટે વાપરી શકાય, તે બાબતનુ માર્ગદર્શન પૂરું પાડતો પરિપત્ર બહાર પાડતાં જ ભૂલી જતા ભવનોના વડા નાણાં વાપરવાના મુદ્દે મૂંઝવણમાં મુકાયા છે.

આ મુદ્દે કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આ બજેટરિયલ જોગવાઇ હેઠળ ફાળવવામાં આવેલા નાણાં છે અને તેનો ઉપયોગ બિલ્ડિંગના બ્યુટીફિકેશન અને અન્ય જરૂરી ખર્ચમાં કરી શકાશે. આ માટે કોઇ પરિપત્ર કરવાની જરૂરિયાત નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો