રાજકોટમાં છેલ્લા 4 દિવસથી NSUI અને PIનો મુદ્દો ગાજી રહ્યો છે. જે મામલે એનએસયુઆઇ બાદ યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપી એરપોર્ટ પોલીસ સ્ટેશનના PI ઝનકાટ વિરુદ્ધ પગલા લેવાની CPને રજૂઆત કરી હતી.
શું છે સમગ્ર મામલો
તાજેતરમાં જ જુનિયર ક્લાર્કનું પેપર લેવાય તે પૂર્વે જ પેપર ફૂટયાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગણતરીની જ કલાકોમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક વખત NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પેપર લીકની ઘટનાને લઇ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ પંચાયત મંત્રી રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરનારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો સાથે જ ઇન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રિજ પર પૂતળું લટકાવી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ટમેટા ફેંકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
PI સામે કાર્યવાહી કરવાની માગણી
આ દરમિયાન ગુજરાત પ્રદેશ NSUIના અધ્યક્ષ સહિત 20 જેટલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. ઝનકાટ દ્વારા NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે અત્યંત ગેરવર્તન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે આજ રોજ રાજકોટ શહેર યુથ કોંગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવી જવાબદાર PI સામે કાર્યવાહી કરવાની માગણી કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.