તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મહિલાને દારૂ સાથે ઝેર પાઇ પતાવી દીધાનો આક્ષેપ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જસદણના જીવાપરની ઘટનામાં પતિએ પાડોશી શખ્સ સામે શંકા દર્શાવતા તપાસ

જસદણના જીવાપરની મહિલાને બુધવારે રાજકોટ હોસ્પિટલમાં ઝેરી દવા પીધેલી હાલતમાં ખસેડવામાં આવી હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાને પાડોશમાં રહેતા દંપતી સહિત ત્રણે દારૂ સાથે ઝેરી દવા પીવડાવી હત્યા કરવામાં આવ્યાનો મૃતકના પતિએ આક્ષેપ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જીવાપરમાં રહેતા રતનબેન ગાંડુભાઇ રાઠોડ (ઉ.વ.35)ને બુધવારે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પૂછપરછમાં રતનબેને પોતાના ઘરે ઝેરી દવા પી લીધાનું કહેતા તે મુજબની એન્ટ્રી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, મોડી રાત્રે રતનબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રતનબેનનાં મોતથી તેના પતિ ગાંડુભાઇ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, તેમની પાડોશમાં રહેતા તેના કુટુંબી વલકુ અને તેની પત્ની સાથે અગાઉ માથાકૂટ થઇ હતી તે ઝઘડાનો ખાર રાખી વલકુ, તેની પત્ની અને અન્ય એક શખ્સે મળી રતનબેનને દારૂ સાથે ઝેરી દવા પીવડાવી દીધી હતી. મૃતકના પતિના આક્ષેપથી પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. રતનબેનનાં મોતથી તેના બે પુત્ર અને એક પુત્રીએ માતાની હૂંફ ગુમાવી હતી. બનાવથી રાઠોડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકના પતિએ હત્યાનો આક્ષેપ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...