• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Alleged Clip Of Khodiyar Ashram Mahant Circulating, Police Station Called For Questioning Of Young Lady, PI Says, We Have Not Taken Anyone's Statement

કાગદડી મહંત આપઘાત કેસ:ખોડિયાર આશ્રમના મહંતની કથિત ક્લિપ ફરતી થઇ, યુવતીને પૂછતાછ માટે પોલીસ મથક બોલાવાઇ, PI કહે છે, અમે કોઇનું નિવેદન લીધું નથી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહંતનો વીડિયો બનાવનાર બે વ્યક્તિ છેલ્લે એવું કહે છે કે, હાલો હવે બંને બારા નીકળો, કામ કમ્પ્લીટ થઇ ગયું છે. - Divya Bhaskar
મહંતનો વીડિયો બનાવનાર બે વ્યક્તિ છેલ્લે એવું કહે છે કે, હાલો હવે બંને બારા નીકળો, કામ કમ્પ્લીટ થઇ ગયું છે.
  • કોડીનારની યુવતીને બુધવારે પોલીસ મથકે શા માટે બોલાવાઇ હતી?
  • સીસીટીવી ચેક કરવામાં આવે તો પીઆઇ ચુડાસમાં કંઇક છુપાવતા હોવાનો પણ ખુલાસો થઇ શકે
  • મહંતને આપઘાત માટે મજબૂર કરનાર તેના ભત્રીજા સહિતની ત્રિપુટી હજુપણ પોલીસ પકડથી દૂર

રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ પાસે બે યુવતીને મોકલીને તેના છ વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરાતા મહંતે ગત તા.1ના આપઘાત કરી લીધો હતો, આ ચકચારી મામલામાં ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે મહંતનો યુવતી સાથેનો વીડિયો ફરતો થયો છે, મહંત પાસે કઇ યુવતી મોકલવામાં આવી હતી તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી અને એકપણ યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું નથી તેવું તપાસનીશ અધિકારી કહી રહ્યા છે, પોલીસ કેટલાક લોકોને બચાવવા મથામણ કરી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

મહંત જયરામદાસના આપઘાત મામલે આશ્રમના ટ્રસ્ટી રામજીભાઇ લીંબાસિયાની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે પેઢાવાડાના અલ્પેશ પ્રતાપ સોલંકી, પ્રશ્નાવડાના હિતેષ લખમણ જાદવ અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના વિક્રમ દેવજી સોહલા સામે ગુનો નોંધ્યો હતો. મહંત જયરામદાસનું કુદરતી મૃત્યુ થયાનું જાહેર કરી તેમની અંતિમવિધિ કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ મળેલી સુસાઇડનોટના આધારે બનાવ આપઘાતનો હોવાનું સ્પષ્ટ થયું હતું. મહંતે સુસાઇડનોટમાં લખ્યું હતું કે, આરોપીઓએ બે યુવતીને તેની પાસે મોકલી અલગ અલગ છ વીડિયો ઉતારી લીધા હતા તે વીડિયોના આધારે બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા અને આશ્રમ પર કબજો જમાવવા દબાણ કરવામાં આવતું હતું.

રાજ્યભરમાં ચકચારી બનેલી આ ઘટનામાં મહંત અને યુવતીનો વીડિયો ફરતો થયો છે, વીડિયોમાં યુવતી અને મહંત રૂમમાં સાથે હતા, રૂમમાં અંધારું હતું, રૂમની બારી ખુલ્લી હતી અને બારીએથી એ વીડિયો ઉતારવામાં આવ્યો હતો, એ વીડીયો ફરતો થયો છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.9ના પોલીસે એક યુવતીને પોલીસ મથકે બોલાવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કુવાડવાના પીઆઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, બંને યુવતીની ઓળખ હજુ સુધી થઇ નથી, ખરેખર યુવતીની ઓળખ થઇ નથી કે પોલીસ કંઇક છુપાવી રહી છે. તા.9ના આ મામલા સાથે સંકળાયેલી યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી, જો પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો પોલીસ આ મામલે છુપાવી રહ્યાનો પણ ભેદ ખૂલી જાય. બીજીબાજુ જેની સામે ગુનો નોંધાયો છે તે ત્રિપુટી હજુ સુધી પોલીસને હાથ આવી નથી તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમ જુદા જુદા શહેરોમાં તપાસ કરી રહી છે.

પોલીસનું ભેદી મૌન: કોણે ડેથ સર્ટિ. આપ્યું, રક્ષિત આરોપી વિક્રમ સાથે શા માટે રોકાયો?
ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસના આપઘાત મામલમાં જેની સામે ગુનો નોંધાયો તે ત્રણ આરોપી જ નહી પરંતુ અનેક લોકોની શંકાસ્પદ ભુમિકા બહાર આવી રહી છે, પોલીસને 20 પેઇજની સુસાઇડનોટ, સીસીટીવી ફૂટેજ અને યુવતી સાથેનો વીડિયો સહિતના પુરાવા મળ્યા છે પરંતુ સમગ્ર પુરાવા દબાવીને તપાસ ચાલુ છે, આરોપી મળ્યા નથી, એ જ રટણ રટી રહી છે.

અગાઉ પણ અનેક વિવાદમાં સપડાઇ ચૂકેલા ડો.નિમાવતનું નામ પણ આ પ્રકરણમાં બહાર આવ્યું છે, ડો.નિમાવતના કહેવાથી તેમની હોસ્પિટલના કોઇ તબીબે ડેથ સર્ટિફિકેટ આપ્યું હતું પરંતુ તે ડોક્ટર કોણ તે પોલીસ આજ દિવસ સુધી જાહેર કરતી નથી. મહંત જયરામદાસે તા.1ના આપઘાત કર્યો હતો, તા.30ના વિક્રમ સોહલા આશ્રમે ગયો હતો અને તેણે મહંતને મારકૂટ કરી હતી, તેણે ધોકો પણ મહંત સામે ઉગામ્યો હતો, તે ઘટનાનું સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ આવ્યું છે, એ ફૂટેજમાં એડવોકેટ રક્ષિત પણ દેખાય છે, રક્ષિત દોઢ કલાક સુધી વિક્રમ સાથે આશ્રમમાં હતો તો આજ દિવસ સુધી રક્ષિતની પોલીસે શા માટે પુછપરછ કરી નથી?. આશ્રમ સાથે જ સંકળાયેલા અને મહંતના એક નજીકના સેવકે કહ્યું હતું કે, સેવકોએ પોતાની શક્તિ મુજબ દક્ષિણા આપી હતી તે રકમ રૂ.40 લાખ જેટલી હતી, મહંતના મૃત્યુ બાદ પોલીસે રૂ.14 હજાર અને મહંતનો સોનાનો ચેઇન કબ્જે કર્યો છે તો રૂ.40 લાખ ક્યાં ગયા? તે મુદ્દે પોલીસ મૌન છે.

અન્ય સમાચારો પણ છે...