• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Allegation Of Misconduct On The Head Of The Law Building Of A Student In Sou.Uni, Wrote A Petition To VC And Said: I Have Been Raped From 2007 To 2020

વિદ્યાધામ ફરી વિવાદમાં:સૌ.યુનિ.માં વિદ્યાર્થીનીનો કાયદા ભવનના હેડ પર દુષ્કર્મનો આક્ષેપ, VCને અરજી લખી કહ્યું: 2007થી 2020 સુધીમાં મારી સાથે રેપ થયો છે

રાજકોટ3 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટના કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણની ફાઈલ તસવીર
  • હું અહી આવ્યો તે બાદથી અત્યારસુધીમાં આ બહેન અહી ભણ્યા નથી: કાયદા ભવનના હેડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક વિદ્યાર્થીનીએ કાયદા ભવનના હેડ પર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી જાણે લંપટ પ્રોફેસરોનો અખાડો બની ગઇ હોય તેમ લાગે છે. હાલ વિદ્યાર્થીનીએ VCને અરજી લખી કહ્યું: 2007થી 2020 સુધીમાં મારી સાથે રેપ થયો છે.

12 માર્કસ કૃપા ગુણ તરીકે જરૂરી છે
વધુમાં પૂર્વ વિદ્યાર્થિનીએ કુલપતિને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, હું કાયદા વિદ્યાશાખાની વિદ્યાર્થિની છું અને ગત વર્ષે પણ મેં આપને પીએચ.ડી. મામલે અન્યાય અને બળાત્કાર વિષે વાત કરી હતી. અધ્યાપક આનંદ ચૌહાણ દ્વારા વર્ષ 2007થી 2020 સુધીમાં મારી સાથે રેપ થયો છે. આટલા વર્ષ મેં સહન કર્યું પણ ન્યાય મળ્યો નથી. હાલ આ વર્ષે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં 100માંથી 33 ગુણ મેળવ્યા છે. પાસ થવા માટે ઘટતા 12 માર્કસ કૃપા ગુણ તરીકે જરૂરી છે.

યુનિવર્સિટીમાં રાજકીય લાભ આપવાની લાલચ આપી
હાલ યુવતી દ્રારા જે અરજી કરવામાં આવી તેમાં યુવતીએ ઉલ્લેખ કર્યો છે કે પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરના કહેવાથી કાયદા ભવનના હેડ ડો.આનંદ ચૌહાણ દ્રારા વર્ષ 2007થી તેનું શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.ડો.આનંદ પહેલા તેના સિનીયર હતા અને ત્યારબાદ તેઓએ વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા ત્યારે યુવતી તેના આસિસટન્સ તરીકે કામ કરતા હતા આ સમય દરમિયાન અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.ડો.કમલેશ જોષીપુરા અને ડો.આનંદ ચૌહાણે પીએડીમાં પાસ કરાવી આપાવની તથા યુનિવર્સિટીમાં રાજકીય લાભ આપવાની લાલચ આપી હોવાનો આક્ષેપ કર્યો છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મારી અરજી ફોગટ જશે તે હું જાણું છું
વધુમાં પૂર્વ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, માનવતાના નાતે આટલું કાર્ય કરો તો હું કોઈને માણસ સમજીશ બાકી તો વાસના અને સ્વાર્થથી ભરેલી સૌરષ્ટ્ર યુનિવર્સિટીની રાજકારણની દુનિયામાં મારા જેવી વિદ્યાર્થિની માટે ન્યાય હોય શકે નહિ. મારી અરજી ફોગટ જશે તે હું જાણું છું છતાં મારો આ પ્રયત્ન છે કે હું અરજી કરું છું. છેલ્લા કેટલાય વર્ષો થયા કોઈ સાંભળતું નથી તો કૃપયા તમે મારી અરજી ધ્યાનમાં લઇને મને ન્યાય કરવા વિનંતી કરું છું.

આ બહેનએ અન્યો વિરુદ્ધ પણ રજુઆતો કરી છે : કાયદા ભવનના હેડ
પોતાના પર થયેલા આક્ષેપો અંગે ખુલાસો કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટના કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણએ મીડિયાને જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીના આક્ષેપો સદંતર ખોટા છે. વર્ષ ૨૦૦૪ પહેલા તો મેં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો અને વર્ષ 2016માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી નિમણુક થઇ હતી. વિદ્યાર્થિનીએ 2007થી 2020ની વાત કરી અને હું અહી આવ્યો તે બાદથી અત્યારસુધીમાં તો એ બહેન અહી ભણતા નથી. જેથી આક્ષેપો સદંતર ખોટા છે અગાઉ પણ પીએચ.ડી.માં પાસ ન થતા બહેને અન્યો વિરુદ્ધ પણ રજુઆતો કરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અધ્યાપકનો ખુલાસો પૂછાશે : રજીસ્ટ્રાર
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ લો ફેકલ્ટીના અધ્યાપક સામે દુષ્કર્મના આક્ષેપ સાથે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં ઘટતા 12 માર્કસ કૃપા ગુણ તરીકે આપવા માંગ કરી હતી. જોકે માર્કસ વધારો ન આપી શકાય અને વિદ્યાર્થિનીના આક્ષેપ બાબતે અધ્યાપકનો ખુલાસો પૂછવામાં આવશે.

વિદ્યાર્થિની પાસે કોઈ પૂરાવા નથી.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારસુધીમાં જાતીય સતામણીના કિસ્સામાં ત્રણ અધ્યાપક ડીસમીસ થઇ ચૂક્યા છે ત્યારે વધુ એક ભવનના અધ્યાપક સામે એક પૂર્વ વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયદ નોંધાવી હોવાનો ઘટસ્ફેટ થયો છે. જોકે તેની ફરિયાદ સામે પણ અનેક સવાલો છે કારણકે વિદ્યાર્થિની પાસે કોઈ પૂરાવા નથી.