તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિલિવરી માટે લાંચનો આરોપ:ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે ડોક્ટરે રૂ. 5 હજાર પડાવ્યાનો આરોપ, આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ

ધોરાજી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી સરકારી હોસ્પિટલ - Divya Bhaskar
ધોરાજી સરકારી હોસ્પિટલ
  • ડોક્ટરે સિઝેરિયન ઓપરેશન કરતા દીકરીનો જન્મ થયો હતો

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ગરીબ મહિલાની ડિલિવરી બાબતે તબીબે રૂપિયા 5,000 લીધાનો આક્ષેપ કરતો વીડિયો અને ઓડિયો વાયરલ થયો છે. પીડિત મહિલાએ રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરીને તપાસની માંગણી માટે રજૂઆત કરાઈ છે.

1 જૂનનો બનાવ
ધોરાજીના જન્માષ્ટમી મેળા ગાઉન્ડ ખાતે રહેતી ભાનૂબેન ચવાન નામની મહિલાએ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે. જેમાં આક્ષેપો કરાયા છે કે ગઈ તારીખ 1/ 6/ 2021 મંગળવારના રોજ તેમના પુત્રવધૂ હેતલબેનની ડિલિવરી માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલા હતા. ત્યાંથી સોનોગ્રાફી કરવા માટે સિવિલ હોસ્પિટલની સામે આવેલી ખાનગી હોસ્પિટલમાં કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

સિઝેરિયન કરાયું હતું
બાદ ફરી સિવિલ હોસ્પિટલમાં પુત્રવધૂને દાખલ કરવામાં આવેલી આ સમયે સાંજના ચારેક વાગ્યા આસપાસ ગાયનેક વિભાગના તબીબે ડિલિવરી કરવા બાબતે રૂપિયા 5,000 માંગેલા પછી ઓપરેશન થશે. અમને તાત્કાલિક રૂપિયા 5000 રૂપિયા આપેલા બાદ એ ડોક્ટર સિઝેરિયન ઓપરેશન કરતા દીકરીનો જન્મ થયો હતો. આ અંગે સરકારી હોસ્પિટલ અધિક્ષકને રજૂઆત કરાઈ હતી. આ મામલે તપાસની માગણી કરાઈ છે.

હોસ્પિટલે વીડિયોની તપાસના આદેશ આપ્યા
આ મામલે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયનનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, આ મામલે અમને ફરિયાદી તરફથી કોઈ રજૂઆત મળી નથી. આ મામલે ફરિયાદીનો વીડિયો વાયરલ થતાં તપાસના આદેશો કરાયા છે.

(અહેવાલ: ભરત બગડા, ધોરાજી)

અન્ય સમાચારો પણ છે...