તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નકલી આયુર્વેદિક દવા બનાવનાર ત્રણેય આરોપી 3 દી’ના રિમાન્ડ પર

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રમજીવી સોસાયટીના ગોડાઉનમાં પોલીસ અને મનપાએ દરોડો પાડી લાખો રૂપિયાની નકલી દવા અને સીરપનો જથ્થો જપ્ત કર્યો’તો
  • કેટલા સમયથી ગોરખધંધા ચાલતા’તા સહિતના મુદ્દાની તપાસ

શહેરની શ્રમજીવી સોસાયટીના ગોડાઉનમાંથી નકલી આયુર્વેદિક દવા અને સીરપનો જથ્થો મળી આવ્યાના મામલામાં નકલી દવા અને સીરપ બનાવીને તેનું વેચાણ કરનાર દંપતી સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા.

ઢેબર રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને ડોક્ટર તરીકે પોતાને ઓળખાવતો પરેશ પટેલ આયુર્વેદિકના નામે ભેળસેળયુક્ત નકલી દવા અને સીરપ બનાવી તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળતાં એસઓજી અને મનપાની આરોગ્ય શાખાની ટીમે દરોડો પાડ્યો હતો. પરેશ પટેલ જે મકાનમાં રહેતો હતો તેમાં જ એક ગોડાઉન બનાવ્યું હતું અને ગોડાઉનમાંથી દવા અને સીરપ તેમજ નવા બસસ્ટોપમાં આવેલી તેની પત્ની મિનલ પટેલની ક્લિનિકમાંથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. પરેશ પટેલે વ્રજરાજ ઓર્ગેનિક્સના એફએસએસએઆઇ નંબરનો ઉપયોગ કર્યો હતો તેમજ આ નકલી દવા અને સીરપના રેપર અને સ્ટિકર બનાવવામાં પ્રિન્સ હિતેષ દઢાણિયાએ વરવી ભૂમિકા ભજવી હતી.

પોલીસે વ્રજરાજ ઓર્ગેનિક્સના સંચાલક ઉપેન્દ્રભાઇ નાથાણીની ફરિયાદ પરથી પરેશ પટેલ, મિનલ પટેલ અને પ્રિન્સ દઢાણિયા સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી, પીએસઆઇ તુષાર પંડ્યા સહિતના સ્ટાફે ત્રણેય આરોપીને રવિવારે કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતા. નકલી દવાનો ગોરખધંધો કેટલા સમયથી ચાલતો હતો, કેટલી દવા અને સીરપ અત્યાર સુધીમાં વેચી નાખી હતી, અન્ય કોઇ શખ્સની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...