• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • All. The University Will Hold A Youth Festival In January And A Graduation Ceremony On February 1. Gold Medals Were Prepared At A Cost Of Rs 1.5 Crore.

આયોજન:સૌ. યુનિ.માં જાન્યુઆરીમાં યુવક મહોત્સવ અને 1 ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહ યોજાશે,દોઢ કરોડના ખર્ચે ગોલ્ડ મેડલો તૈયાર થયા

એક મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • 10 કરોડના ખર્ચે તૈયાર 900 લોકોની કેપેસિટીવાળા ઓડિટોરીયમનું લોકાર્પણ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. આગામી વર્ષ 2022માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પદવીદાન સમારોહ અને યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 ફેબ્રુઆરી 2022ના રોજ પદવીદાન સમારોહ અને તે પહેલા જાન્યુઆરી 2022માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પદવીદાન સમારોહ માટે દોઢ કરોડના ખર્ચે ગોલ્ડ મેડલો તૈયાર કરવામાં આવ્યા છે.

યુવક મહોત્સવ ગત વર્ષે રદ થયો હતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે યોજાતો યુવક મહોત્સવ ગત વર્ષે કોરોનાને કારણે રદ થયો હતો. આ વર્ષે હવે ફરી એક વખત યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવના આયોજન માટે તૈયારીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ગુગલ ફોર્મ પણ મૂકવામાં આવ્યું છે. સંભવતઃ 15 જાન્યુઆરી પછી યુવક મહોત્સવ યોજાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

ફેકલ્ટીવાઈઝ પ્રથમ નંબરે આવેલાને ગોલ્ડ મેડલ અપાશે
રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપેલી તારીખ મુજબ કોન્વોકેશન યોજવાની તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ફેકલ્ટી અને વિષય વાઈઝ પ્રથમ આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડની કેપેસિટીવાળા દોઢ કરોડના ખર્ચે તૈયાર મેડલ સાથે પદવી એનાયત કરાશે.આ પદવીદાન સમારોહમાં કુલપતિ, રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે
યુવક મહોત્સવની સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ કરવામાં આવશે. જેમાં રૂ.10 કરોડના ખર્ચે તૈયાર 900 લોકોની કેપેસિટીવાળો ઓડીટોરીયમ, રૂ.6 કરોડના ખર્ચે નેનોસાયન્સ ભવન, મુખ્ય રંગમંચ તથા રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ થશે. જ્યારે રૂ.4 કરોડના ખર્ચે IQ એ.સી., રૂ.5 કરોડના ખર્ચે ડેટા સેન્ટર તથા રૂ.2 કરોડના ખર્ચે કોમ્પ્યુટર સેન્ટરના એક્સટેન્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.