સહાય:સૌરાષ્ટ્રના તમામ ખેડૂતને અતિવૃષ્ટિના 10000 મળશે, 1લીથી અરજી કરી શકાશે, સરકાર ખેડૂતોને સહાય ચૂકવશે: ઝડફિયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કૃષિ સુધારા બિલ 2020 અંગે પોતાની વાત રજૂ કરવા આવેલા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન થયું છે. આ નુકસાનીમાં રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક મદદ કરવાના ભાગરૂપે 1 ઓક્ટોબરથી ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ થશે અને બાદમાં પ્રતિહેકટર રૂ.10000 ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે.

રાજકોટ આવેલા ઝડફિયાએ કૃષિ બિલ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં બિલ પાસ કર્યુ છે. પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. એ.પી.એમ.સી બંધ થવાનુ છે, ટેકાના ભાવે સરકાર ખેડૂતોની જણસીની ખરીદી નહી કરે સહિતનની ખોટી અફવા ફેલાવે છે. ખેડૂતો યાર્ડ સિવાઇ પણ અન્ય કોઇ પણ કંપનીને પણ વેચાણ કરી શકે છે. ખુલ્લા માર્કેટમાં ખેડુતો પોતાના માલનુ વેચાણ કરશે તો તેને પણ લાભ મળશે. ચોમાસમાં ભારે વરસાદથી થયેલા નુકશાની અંગે ઝડફીયાએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં જ્યા પણ ભારે વરસાદ પડ્યો છે ત્યા સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદથી વ્યાપક નુકશાની છે તેથી સૌરાષ્ટ્રના તમમ ખેડૂતોને પ્રતી હેક્ટરે રૂ.10 હજાર સહાય તેના ખાતામાં જમા થશે. આ માટે 1 ઓક્ટોબરથી ઓનલાઇન ફોર્મ ભરાશે.

અન્ય સમાચારો પણ છે...