તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની સમસ્યા:કાંગશિયાળીની 23 સોસાયટીઓમાં પીવાનું પાણી પહોંચાડતા તમામ સ્રોત સુકાઇ ગયા

રાજકોટ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 2823 ઘરના 14582 લોકોને પાણી પહોંચાડવા સરપંચે રૂડાને પત્ર લખ્યો

ગોંડલ રોડ પર આવેલા કાંગશિયાળી ગામમાં 23 સોસાયટીમાં 14582 લોકો રહે છે. આ લોકોને પીવાનું પાણી પૂરું પાડતા તમામ સ્ત્રોત સુકાઇ ગયા છે. જેના કારણે મહિલાઓને પાણી માટે રઝળપાટ થઇ રહી છે. ગામના સરપંચે પીવાનું પાણી લોકોને મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળને ટેન્કર ફાળવવા પત્ર લખી રજૂઆત કરી છે. સરપંચ દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે, હાલ જે લોકલ પાણીના સ્રોત જે હતા તે ખાલી થઇ ગયા છે, જેથી વહેલી તકે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે વહેલાસર ટેન્કર શરૂ કરવા રજૂઆત પણ કરવામાં આવી છે.

કાંગશિયાળી ગામ ખાતે 23 જેટલી સોસાયટી છે જ્યાં પીવાની પાણીની ગંભીર અછત ઊભી થયેલી છે. હાલના સમયે વિવિધ સોસાયટીમાં લોકો આ પ્રશ્નથી પીડાઈ રહ્યા છે. સરપંચ દ્વારા આંકાડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, આસ્થા ગ્રીનમાં કુલ 300 ઘર છે જેમાં 1500 લોકો વસવાટ કરે છે, કોપર રેસિડેન્સીમાં 350 જેટલા ઘર છે જ્યાં 1700 લોકો રહે છે. કલ્પવન રેસિડેન્સી ખાતે 384 ઘરમાં 1750 લોકો રહે છે. વ્રજ પેલેસ ખાતે 600 લોકો 88 ઘરમાં રહે છે, જ્યારે ગોલ્ડન હાઈટ્સમાં 550 લોકો 120 ઘરમાં વસવાટ કરે છે. બીજી તરફ એટલાન્ટિસ હાઈટ્સમાં કુલ 1150 લોકો 240 ઘરમાં રહે છે જેઓને તીવ્ર પાણીની સમસ્યા સર્જાઈ છે.

અન્ય સોસાયટી જેવી કે, રાજપથ,રાજપથ સિએસ્ટા, સરદાર હાઈટ્સ, અક્ષત, શિખર, સિલ્વર, વ્રજભૂમિ, પ્રથમ હાઈટ્સ, ક્રિષ્ના આર્કેડ, ગોવર્ધન હાઈટ્સ, ભવ્ય એપાર્ટમેન્ટ, બાલાજી એપાર્ટમેન્ટ, રાધિકા એપાર્ટમેન્ટ, નિર્વાણા બંગ્લોઝ, નિર્વાણા એપાર્ટમેન્ટ, બાલાજી રેસિડેન્સી અને રામનગરના સહિત કુલ વસતા 14582 લોકોને અને 2823 ઘરને પાણીની આ વિકટ સમસ્યામાંથી વહેલાસર મુક્તિ મળે તે હેતુસર તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો