• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 'All. Sem. Starting From 28th March In Uni. Postpone 6th Exam, Otherwise Give General Option, Otherwise There Will Be Violent Protests.

NSUIની ચિમકી:'સૌ. યુનિ.માં 28 માર્ચથી શરૂ થતી સેમ. 6ની પરીક્ષા પાછી ઠાલવો અન્યથા જનરલ ઓપ્શન આપો નહીંતર ઉગ્ર વિરોધ પ્રદર્શન થશે'

રાજકોટ5 મહિનો પહેલા
મયુર વાંક-ઉપાધ્યક્ષ, યુવા કોંગ્રેસ, NSUI અને રોહિતસિંહ રાજપુત-પ્રમુખ, રાજકોટ જીલ્લા NSUI - Divya Bhaskar
મયુર વાંક-ઉપાધ્યક્ષ, યુવા કોંગ્રેસ, NSUI અને રોહિતસિંહ રાજપુત-પ્રમુખ, રાજકોટ જીલ્લા NSUI
  • તમામ કોલેજોમાં કોર્ષ હજુ પુર્ણ થયો નથી ત્યાં પરીક્ષા આવી જતા વિદ્યાર્થીઓની કારકિર્દી પર ગંભીર અસર પડે છે : જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, NSUI

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તા. 28 થી શરૂ થતી અલગ અલગ કોર્ષોની અંતિમ સેમ-6ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ મામલે NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત અને યુવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ મયુર વાંકે કુલપતી ગિરીશ ભીમાણીને પત્ર લખી ચીમકી આપતા લખ્યું હતું કે, સૌ. યુનિ.માં 28 માર્ચથી શરૂ થતી સેમ. 6ની પરીક્ષા પાછી ઠાલવો અન્યથા જનરલ ઓપ્શન આપો નહીંતર ઉગ્ર વિરોધ પ્રદર્શન થશે

પરીક્ષાઓના પરિણામો પર ગંભીર અસર પડશે
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાઓની તારીખ જાહેર થતા વિધાર્થીઓમા કચવાટ શરૂ થયો છે કારણ કે આગલા સેમ-5ની પરીક્ષાઓ યુનિ. એ પાછી ઠેલવી હતી એટલે સેમ-6 માં શૈક્ષણિકકાર્ય નિયત સમય કરતા મોડુ થયુ હતુ એટલે સ્વાભાવિક તમામ કોલેજોમાં કોર્ષ હજુ પુર્ણ થયો ના હોય અને જો પુરો કરવો હોય તો પરીક્ષાના આગલા દીવસ સુધી શૈક્ષણિકકાર્ય ચાલુ રાખી વધુ કલાકો વિધાર્થીઓને બોલવવા પડે તેવી સ્થિતી ઉદભવી છે. ઉલ્લેખનીય છે કે વિધાર્થીઓના કારકીર્દીના મહત્વપૂર્ણ અંતિમ સેમસ્ટરમા જો પરીક્ષાઓ માટે તૈયારી કરવાનો સમય ના મળે અને કોર્ષ પુર્ણ ના થયો હોય એટલે તેમની સીધી અસર પરીક્ષાઓના પરિણામો પર પડશે તેનુ આપએ ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ.

20 માર્ચે હેડક્લાર્કની પરીક્ષા છે
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, તદુપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઘણાખરા વિધાર્થીઓને આવાનારી 20 માર્ચના હેડક્લાર્કની પરીક્ષા છે તેમજ આવનારી 10 એપ્રિલના પોલીસ કોન્સ્ટેબલની પણ પરીક્ષા છે. એટલે કે સેમ-6 પરીક્ષા દેનાર વિધાર્થીઓને એક સાથે ત્રણ-ત્રણ પરીક્ષાઓ નજીકના સમયગાળામા લેવાતી હોવાથી તે અંસમજતામા મુકાશે અને બધી પરીક્ષાઓમા ધાર્યા પરીણામો નહી મળી શકે.

તમામ બાબતો પણ સતાધિશોએ ધ્યાને લેવી જોઈએ
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, તદુપરાંત કોરાના કાળને લીધે આ વર્ષે ઓનલાઈન- ઓફલાઈન બંને રીતે શૈક્ષણિક કાર્યોમા વિધાર્થીઓએ અભ્યાસ કર્યો હોવાથી ધો.10 અને ધો.12 ની બોર્ડેની પરીક્ષાઓમાં રાજ્ય સરકારે પેપર સ્ટાઈલ સરળ બનાવી છે એટલે તે બાબતે યુનિવર્સિટીના સતાધિશોએ પણ લેવી જોઈએ. ઉલ્લેખનીય તમામ ગંભીર બાબતોને ધ્યાનમા રાખી વિધાર્થીઓનુ હીત ઈચ્છી આ પરીક્ષાઓની તારીખ પાછળ ઠેલવવામા આવે અન્યથા આ પરીક્ષાઓમાં જનરલ ઓપ્શન આ સેમેસ્ટર પુરતુ યથાવત રાખવામા આવે અન્યથા NSUI વિધાર્થીઓને સાથે ઉગ્રવિરોધ પ્રદર્શન કરશે