તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:2016 પહેલાના તમામ રિપિટર વિદ્યાર્થીના આજથી પરીક્ષા ફોર્મ ભરાશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા અને વર્ષોવર્ષ સતત નાપાસ થતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું યુનિવર્સિટીને આર્થિક ભારણ રહેતું હોવાથી આવા વિદ્યાર્થીઓની પરીક્ષા હવે નહીં લેવાનું નક્કી કરાયું હતું. મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે જેઓ છેલ્લા 10 વર્ષથી સતત નાપાસ થતા આવે છે. ક્યારેક તો માત્ર એક વિદ્યાર્થી માટે યુનિવર્સિટીએ આખી પરીક્ષા ગોઠવવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામે છે.

પરંતુ તાજેતરમાં કેટલાક વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષ 2016 પહેલાના વિદ્યાર્થીઓને છેલ્લી તક આપી છે અને તારીખ 15 માર્ચથી આ રિપિટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ફોર્મ ભરાવવાનું શરૂ કરાશે. આ વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મ રેગ્યુલર ફી સાથે તારીખ 15થી 25 માર્ચ સુધી સ્વીકારવામાં આવશે ત્યારબાદ લેટ ફી સાથે પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

આજથી ફોર્મ ભરવાનું શરૂ થયેલા વિદ્યાર્થીઓની જુદા જુદા કોર્સની પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જેથી યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોના આચાર્યોને પણ તેમની કોલેજોમાં કોઈ રિપિટર વિદ્યાર્થીઓ હોય તો તેમના ફોર્મ આ સમયગાળા દરમિયાન ભરાવી દેવા જણાવ્યું છે. હવેથી રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે આ છેલ્લી તક હોય ત્યારબાદ પરીક્ષા નહીં લેવા નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...