તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સમસ્ત રામાનંદી સાધુ સમાજ જગદગુરુ રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતી સાદગી રીતે ઉજવાશે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને કારણે વર્તમાન સમયમાં માનવ જીવન ઘણું જોખમાયું છે. આવા સમયે ઇશ્વર પ્રત્યેની આસ્થા અને કોરોના સંપૂર્ણ રીતે નાબૂદ થાય ફરી માનવ જીવન ધબકતું થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ રાજકોટ તા.4ને ગુરુવારના રોજ જગદગુરુ રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી સાદગી રીતે કરશેે. જગદગુરુ રામાનંદાચાર્યજી મહારાજનું પૂજન અર્ચનના કાર્યક્રમો સવારે 8 થી 9 યોજાશે. પૂજન અર્ચન કાર્યક્રમ સિવાયના તમામ કાર્યક્રમો રદ કરાયા છે.

રામાનંદી સાધુ સમાજના ભાઇઓ, બહેનો, બાળકોએ પોતાના ઘરે રહી રામાનંદાચાર્યજીનું પૂજન અર્ચન કરવા અથવા સવારે 8 થી 9 રામાનંદ ભવન, રાધાક્રિષ્ના સોસાયટી, બાબરિયા મેઇન રોડ ખાતે સામાજિક અંતર જાળવી કાર્યક્રમમાં જોડાવા પ્રમુખ અવધેશબાપુ ટીલાવતે અનુરોધ કર્યો છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે સરકારી નિયમોને આધીન ઉજવણી કરાશે.તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો