સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ મેળવવામાં રાજકોટ જિલ્લાએ વિક્રમ તોડ્યા છે અને ટોપ-3 લીડમાં ત્રણેય રાજકોટની જ બેઠક છે. સૌરાષ્ટ્રમાં 1 લાખથી વધુ લીડ મળી હોય તેમાં ડો. દર્શિતાબેન શાહ એકમાત્ર વિજેતા બન્યા છે તેમને 138687 મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કુલ મત કરતા પણ સરવાળો આગળ હતો.
બીજા ક્રમે રાજકોટ દક્ષિણના રમેશ ટીલાળા છે તેમને કુલ 171734 મત મળ્યા હતા જેમાંથી 78864 મતની લીડ છે. જ્યારે 106471 મત અને તેમાંથી 76926ની લીડ સાથે જેતપુર બેઠકમાંથી જયેશ રાદડિયા ત્રીજા ક્રમે છે. ત્યારબાદ ચોથા ક્રમે ભાવનગર ગ્રામ્યના પરસોતમ સોલંકી 73484 મતથી જીત્યા છે.
સૌથી વધુ લીડ બાદ સૌથી રોમાંચ અને રસાકસી વાળી બેઠકોમાં રાપર બેઠકમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા માત્ર 577 મતે જીત્યા છે ત્યારબાદ સોમનાથના કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા 922 મતે જીત્યા છે એટલે કે 1000 કરતા પણ ઓછા મતની સરસાઈ રહી હતી. આ સિવાયના તમામની લીડ 2000 કરતા વધુ મળી છે.
ભાજપના 9 ઉમેદવાર 40થી 50 હજારની લીડથી જીત્યા, 16ની લીડ 10થી 30 હજાર | |
લીડનું પ્રમાણ | વિજેતાની સંખ્યા |
1000થી ઓછી | 2 |
1001થી 5000 | 6 |
5001થી 10000 | 5 |
લીડનું પ્રમાણ | વિજેતાની સંખ્યા |
10001થી 20000 | 8 |
20001થી 30000 | 8 |
30001થી 40000 | 4 |
લીડનું પ્રમાણ | વિજેતાની સંખ્યા |
40001થી 50000 | 9 |
50001થી 60000 | 2 |
60000થી 70000 | 4 |
લીડનું પ્રમાણ | વિજેતાની સંખ્યા |
70001થી 80001 | 3 |
80001થી 90000 | 0 |
90001થી 100000 | 0 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.