તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરચોમાસે મેઘ વિના વધી મુસીબત!:1 સપ્ટેમ્બરથી છોડાશે સૌની યોજનાના નીર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટને પીવાનું પાણી પૂરું પાડવા 335 MCFT પાણી છોડવા આદેશ

રાજકોટમાં વરસાદી ખેંચ યથાવત્ રહેતા જળસંકટ ઊભું થયું છે. ત્યારે ફરી એકવાર શહેર માટે સૌની યોજનાથી નર્મદાના નીર છોડવામાં આવશે. મનપા તંત્ર તરફથી કરવામાં આવેલ માંગને ધ્યાનમાં રાખી આખરે સૌની યોજના મારફતે 335 MCFT પાણીનો જથ્થો છોડવા ગાંધીનગરથી આદેશ કરાયો છે. 1 સપ્ટેમ્બરથી આજીમાં નર્મદાના નીર છોડવામાં આવશે.

રાજકોટની પીવાના પાણીની માંગને ધ્યાનમાં રાખી શહેરમાં ફરી સૌની યોજનાથી પાણી છોડવા ગાંધીનગરથી આદેશ કરાયો છે. સૌની યોજનાના કાર્યપાલક ઈજનેર પી.ડી. સોનપાલના જણાવ્યા મુજબ રાજકોટ શહેર માટે 335 MCFT પાણીનો જથ્થો છોડવામાં આવશે. હાલ માત્ર આજીમાં જ પાણી છોડવામાં આવશે. 1 સપ્ટેમ્બરે નર્મદા કેનાલ મારફતે પાણીનો જથ્થો છોડાશે છે. જે 3 સપ્ટેમ્બરે રાત્રે આજી ખાતે પહોંચશે. મહત્ત્વનું છે કે, અગાઉ સૌની યોજનાથી આજીમાં 164 MCFT અને ન્યારી ડેમમાં 92 MCFT પાણી છોડવામાં આ‌વ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...