તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:યુનિ.ની તમામ ઓફલાઈન પરીક્ષા રદ કરાઈ, ઓનલાઈન લઇ શકાશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધો.12ના પરિણામ બાદ પ્રથમ સેમેસ્ટરની તારીખો જાહેર કરાશે

કોરોના મહામારીને પગલે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરાયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે હવે યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાઓ પણ રદ કરવા આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી તારીખ 15 જૂનથી પીજીના વિદ્યાર્થીઓની અને 21 જૂનથી યુજીના વિદ્યાર્થીઓ સહિત કુલ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાની હતી પરંતુ શુક્રવારે રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2021-22નું કેલેન્ડર જાહેર કર્યું હતું જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે હાલમાં દરેક યુનિવર્સિટીઓ ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરીક્ષા જ લઇ શકશે.

રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ ઓફલાઈન પરીક્ષા અને ભૌતિક વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવાનું રહેશે. શિક્ષણ વિભાગના આદેશને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ તમામ ઓફલાઈન પરીક્ષાઓ રદ રહેશે. શિક્ષણ વિભાગના આદેશને પગલે યુનિવર્સિટીની પીજી, યુજી, એક્સ્ટર્નલ સહિતની ઓફલાઈન લેવાનારી તમામ પરીક્ષાઓ રદ રહેશે. શિક્ષણ વિભાગના નાયબ સચિવ મનોજ વાઘ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે હાલમાં દરેક યુનિવર્સિટીઓ ઓનલાઈન જ શિક્ષણ અને પરીક્ષા લઇ શકશે.

સરકાર તરફથી સૂચના મળ્યા બાદ જ ઓફલાઈન શિક્ષણ અને પરીક્ષા ચાલુ કરવાની રહેશે. હાલ ધો.12નું પરિણામ બાકી હોય પ્રથમ સેમેસ્ટર માટેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. સરકારી યુનિવર્સિટીઓના મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે.

જેમાં 7 જૂનથી પ્રથમ સત્ર યુજીના સેમ-3 અને 5 સહિતના સેમેસ્ટર ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. 1થી 13 નવેમ્બર દિવાળી વેકેશન રહેશે. યુનિવર્સિટી અને કોલેજોનું આંતરિક મૂલ્યાંકન વીકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક અને ગ્રુપ ડિસ્કશનથી કરાશે. દ્વિતીય સત્ર યુજીનું સેમ-4 અને 6 તથા પીજીનું સેમ-4 તારીખ 1 ડિસેમ્બરથી શરુ કરાશે. સર્વે સરકારી યુનિવર્સિટીઓ માટે મેડીકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસ ક્રમ માટે નવું એકેડેમિક કેલેન્ડર માન્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...