સરકારનો આદેશ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુનેગારો માટે સ્ટેચ્યુટ 187માં ફેરફાર નહીં થાય, સેનેટ લડીજ નહીં શકે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાજપ-કોંગ્રેસના સભ્યો સેનેટની ચૂંટણી નહીં લડી શકે
 • સંઘ તેમજ ભાજપ-કોંગ્રેસના 21 સેનેટ સભ્યએ સહી કરી સ્ટેચ્યુટ 187 રદ કરવા ખાસ સેનેટ સભા બોલાવવા માંગ કરી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગુનેગાર મુક્ત બનાવવાના કુલપતિના યશસ્વી કાર્યમાં ભાજપ કોંગ્રેસની સાથે સંઘના સભ્યો પણ વિરોધમાં ઉતર્યા છે. રાજ્યપાલે મંજૂર કરેલો સ્ટેચ્યુટ 187 એવું કહે છે કે ગુનેગારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ ચૂંટણી નહિ લડી શકે. જોકે તેનો અમલ આગામી સેનેટ ઈલેક્શનમાં ન થાય તે માટે ભાજપ-કોંગ્રેસના સભ્યો ધમપછાડા કરી રહ્યા હતા જેને હવે સંઘના લોકો સભ્યો પણ સમર્થન આપી રહ્યા છે. 21 સેનેટ સભ્યોએ સહી કરી સ્ટેચ્યુટ 187 રદ કરવા માટે ખાસ સેનેટ સભા બોલાવવાની માંગ કરી હતી જો કે સરકારે સ્ટેચ્યુટ 187 યથાવત રાખવા સૂચના આપવામાં આવી છે.

કાયદો બરાબર છે: ઇન્ચાર્જ કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુટ 187 ના કાયદામાં સુધારા માટે ખાસ સેનેટ બોલાવવા માટે યુનિવર્સિટીના સેનેટ સભ્યોએ માંગ કરી હતી જો કે આ મામલે યુનિવર્સીટી દ્વારા સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું જેમાં સરકારે કહ્યું હતું કે કાયદો બરાબર છે કોઈ ફેરફાર કે સુધારાની જરૂર નથી માટે હવે ખાસ સેનેટ બોલાવવામાં નહીં આવે અને ગુનેગારોને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી

ડો.મેહુલ રૂપાણીના પ્રસ્તાવથી સ્ટેચ્યુટ 187 મંજૂર થયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તારીખ 14.08.2019 ના ઠરાવ ક્રમાંક 60 અને તારીખ 07.12.2019 ની સેનેટના ઠરાવ ક્રમાંક - 9 મુજબ ભાજપના સભ્ય ડો.મેહુલ રૂપાણીના પ્રસ્તાવથી સ્ટેચ્યુટ 187 મંજૂર થયો હતો. જે રાજ્યપાલની મંજૂરીથી કાયદો પણ બની ગયો છે. જે પ્રમાણે ટાડા, પાસા, NDPS, આર્મ્સ એક્ટ, મની લેન્ડરિંગ પરીક્ષામાં કોપી કેસમાં કે ડમી વિદ્યાર્થી બેસાડવાના ગુનામાં આવી ચૂક્યા હોય તેવા એક પણ સભ્યો કોઈ ચૂંટણી નહીં લડી શકે.

ગુનેગારો ચૂંટણી નહીં લડી શકે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે 27 માર્ચના રોજ મળેલી સેનેટની સભામાં 21 જેટલા શિક્ષણવિદોએ સાથે મળી આગામી સેનેટની ચૂંટણીમાં સ્ટેચ્યુટ 187 અમલ ન થાય અને તે રદ કરવા માટે ખાસ સેનેટ બોલાવવા માંગ કરી હતી. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આ મામલે સરકાર નું સૂચન માંગવામાં આવ્યું હતું અને સરકારે સ્ટેચ્યુટ 187 માં કોઈ ફેરફાર નહીં થાય તેવું કહેતા હવે ખાસ સેનેટ બોલાવવામાં નહીં આવે અને યુનિવર્સીટીમાં આગામી કોઈ પણ ચૂંટણીમાં ગુનેગારો ચૂંટણી નહીં લડી શકે.

આ તે 21 શિક્ષણવિદો છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ગુનેગારોને સાથ આપવા માંગે છે. તેના નામ નીચે મુજબ છે. ઉલ્લેખનીય છે કે 21 પૈકી 2 સભ્યો કોંગ્રેસના છે જેમાં રાજદીપસિંહ જાડેજા અને લીલાભાઇ કડછાનો સમાવેશ થાય છે. બાકીના 19 સભ્યો ભાજપના છે.

 1. ક્રિપાલસિંહ પરમાર
 2. ભરતસિંહ જાડેજા
 3. ક્રિપાલસિંહ જાડેજા
 4. સર્વેશ્વર ચૌહાણ
 5. ડો. રાજદિપસિંહ જાડેજા
 6. ડો. ભારતીબેન રાઠોડ
 7. ડો. મયુરસિંહ જાડેજા
 8. ડો. રાજેન્દ્રસિંહ જાડેજા
 9. વિવેક હિરાણી
 10. ડો. પ્રવિણસિંહ ચૌહાણ
 11. કપિલભાઈ શુક્લ
 12. ડો. નિકેશ શાહ
 13. ડો. ભરત વેકરીયા
 14. રાજુભાઇ દવે
 15. નેહલ શુક્લ
 16. ડો. ભાવિન કોઠારી
 17. ડો. વિજય પોપટ
 18. મનોજ જોશી
 19. વી.એસ.સોજીત્રા
 20. લીલાભાઇ કડછા
 21. રાજેન્દ્રસિંહ રાઠોડ