તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહિયારું રાજકારણ:એકેડેમિક કાઉન્સિલમાં આર્ટસ સિવાય તમામ ફેકલ્ટી બિનહરીફ

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • સિન્ડિકેટ સમરસ : સૌરાષ્ટ્ર યુનિ.ની જનરલની 5, ટીચર્સની 1, આચાર્યની 2 બેઠક પણ બિનહરીફ
 • ભાજપ-કોંગ્રેસે આપસી સમજૂતીથી સિન્ડિકેટ સભ્યો તેમજ ડીન-અધરધેન ડીન ફાઈનલ કર્યા

સૌરાષ્ટ્ર યુનિ.માં વર્ષોથી એવી પરંપરા રહી છે જ્યાં ભાજપ-કોંગ્રેસ એકબીજાના વિરોધમાં ઓછા અને સહયોગમાં વધુ રહ્યા હોય, પછી ચાહે તે યુનિવર્સિટીની સિન્ડિકેટ હોય, એકેડેમિક કાઉન્સિલ હોય કે બોર્ડ ઓફ એકાઉન્ટ હોય. યુનિ.નું સંચાલન કરતી તમામ સમિતિ ભાજપ-કોંગ્રેસના સહિયારા રાજકારણથી ચાલી રહી છે અને આ વર્ષની ચૂંટણીમાં પણ એવું જ થયું છે. સરકાર નિયુક્ત સિન્ડિકેટ સિવાય મોટાભાગના સભ્યો જુદી જુદી બેઠક પર ફાઈનલ થઇ જતા સિન્ડિકેટ સમરસ થઇ છે.

આ ઉપરાંત એકેડેમિક કાઉન્સિલમાં પણ આર્ટસ સિવાયની તમામ ફેકલ્ટીના ડીન અને અધરધેન ડીન ફાઈનલ થઇ ગયા છે. બોર્ડ ઓફ એકાઉન્ટના ત્રણ સભ્ય પણ બિનહરીફ થયા છે. યુનિ.માં સિન્ડિકેટ, એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણી જ ન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એકેડેમિક કાઉન્સિલમાં એકમાત્ર આર્ટસ ફેકલ્ટીમાં ડીન અને અધરધેન ડીન બંનેમાં કુંડલિયા કોલેજના ડૉ. યજ્ઞેશ જોષીએ ફોર્મ ભર્યું છે, અન્ય ઉમેદવારોમાં ડીનમાં ડૉ. પ્રવીણસિંહ ચૌહાણ અને અધરધેન ડીનમાં ડૉ. જયદીપસિંહ ડોડિયાએ ફોર્મ ભરતા ચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ છે. જેમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

કઈ બેઠક પર કોણ બિનહરીફ થયું

 • ડૉ. ગિરીશ ભીમાણી (જનરલ)
 • ડૉ. નેહલ શુક્લ (જનરલ)
 • ડૉ. ભાવિન કોઠારી (જનરલ)
 • ડૉ. ભરત રામાનુજ(જનરલ)
 • હરદેવસિંહ જાડેજા(જનરલ)
 • ડૉ. મેહુલ રૂપાણી (ટીચર્સ)
 • ડૉ. દક્ષાબેન ચૌહાણ (ભવનના વડા)
 • ડૉ. રાજેશ કાલરિયા (આચાર્ય)
 • ડૉ. ધરમ કાંબલિયા (આચાર્ય)
અન્ય સમાચારો પણ છે...