તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • All After The Cancellation Of Standard 12 Examination. The Decision Will Also Be Announced After Discussions With The Government

અસંમજસ:ધોરણ 12ની પરીક્ષા રદ થયા બાદ સૌ. યુનિ.ની પરીક્ષા પણ રદ થવાની શક્યતા, સરકાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય જાહેર કરશે

2 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીજીની ફી 10% વધારી, ભૂલનું ભાન થતા ફી વધારો પાછો ખેંચ્યો
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ અથવા ઓનલાઇન પણ થઇ શકે છે

CBSE અને ગુજરાત બોર્ડની પરીક્ષા રદ થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાની શક્યતા વર્તાય રહી છે. આ અંગે યુનિવર્સિટી દ્વારા સરકાર સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ અથવા ઓનલાઇન કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવશે. આ તો થઈ પરીક્ષાની વાત પણ યુનિવર્સિટી દ્વારા અચાનક ફી પીજીની જુદી જુદી 20થી વધુ પ્રકારની ફીમાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જે મુદ્દે હોબાળો થતા અચાનક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફી વધારા મુદ્દે યુ-ટર્ન લેતાં આ નિણર્ય પાછો ખેંચ્યો છે.

3થી 4 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે
આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે,હાલ 15મી જૂને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીજી અને યુજીના ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન યોજાનાર છે. જયારે સંભવિત 21મી તારીખે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. હવે જો સરકાર તરફથી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવશે તો તેમાં ફેરફાર થશે/ ઉલ્લેખનીય છે કે જો અચાનક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર થતા વિદ્યાર્થીઓને પણ તેનો સામનો કરવો પડશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિન પેથાણી.
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિન પેથાણી.

કુલપતિ દ્વારા 10 ટકાનો ફી વધારો પાછો ખેંચાયો
કોરોના મહામારીમાં એકબાજુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી ઘટાડો કરવાની માગણી કરી રહ્યાં છે. એવી સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 10 ટકાનો ફી વધારો કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતા જુદા જુદા ભવનો અને સૌરાષ્ટ્રના અમરેલી, ગોંડલ, ઉપલેટા અને રાજકોટના પીજી કેન્દ્રોના અંદાજિત 3500થી વધુ વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ પડવાની સંભવના હતી. ત્યારે કુલપતિ દ્વારા 10 ટકાનો ફી વધારો પાછો ખેંચાયો હતો.

ફી વધારાનો પરિપત્ર ભૂલથી મોકલાયો હતો
ફી વધારા મુદ્દે કુલપતિએ જણાવ્યું હતું કે, પ્રિ-બજેટને લઈ મળેલી મિટિંગમાં આ નિર્ણય લેવાયો હતો પરંતુ અમે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય પાછો ખેંચ્યો છે. આ ફી વધારાનો પરિપત્ર ભૂલથી મોકલાયો હતો. ઉલ્લેખનીય છે કે આ પરિપત્રમાં બોયઝ હોસ્ટેલ ફી, સરસ્વતી વુમન હોસ્ટેલ, વુમન હોસ્ટેલ ફી, ફાઈન (લેટ ફી-પેનલ્ટી), લાઇબ્રેરી ફી પીજી ડિપાર્ટમેન્ટ, પીએચડી કોર્સ વર્ક ફી, પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ ફી, પીએચડી અન્ય ફી, પીએચડી રજિસ્ટ્રેશન ફી, રજિસ્ટ્રેશન ફી પીજી (SF/GIA), ટ્યૂશન ફી (SF/GIA),લેબોરેટરી ફી (SF/GIA), મટિરિયલ ફી (SF/GIA), અન્ય ફી પીજી ડિપાર્ટમેન્ટ (SF/GIA), સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફી (SF/GIA), સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફી (SF/GIA), પીએચડી રિન્યૂઅલ ફી, પીએચડી ટ્યૂશન ફી, એડમિશન ફોર્મ ફી, ટ્રાન્સક્રિપ્ટ અને અન્ય સર્ટિફિકેટ ફી સહિતની ફી વધારવાની જાહેરાત કરવામાં આવી હતી

અગાઉ ડિગ્રી, માર્કશીટ સહિતના સર્ટિફિકેટ ફીમાં 10% વધારો સૂચવાયો હતો
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાન્સક્રિપ્ટ, ડુપ્લિકેટ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફી, ડુપ્લિકેટ ડિગ્રીસર્ટિફિકેટ, એટેમ્પ્ટ સર્ટિફિકેટ, બોનાફાઈડ સર્ટિફિકેટ, પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ, માઈગ્રેશન સર્ટિફિકેટ, સહિતના સર્ટિફિકેટ ફીમાં 10 ટકાનો ફી વધારો સૂચવાયો હતો જોકે તે વધારો હજુ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...