રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવિતકાલે મળશે. દર બોર્ડમાં પ્રશ્નકાળ સૌથી મહત્વનો હોય છે અને જ્યારે પણ કોંગ્રેસના પ્રશ્નો આગળ હોય છે ત્યારે શાસક પક્ષ તેની ચર્ચા કરવાનો સમય જ ન મળે તે રીતે પ્રશ્નોના લાંબા જવાબ અને પેટા પ્રશ્નોમા કાઢી નાખે છે જેમાં મનપાના અધિકારીઓ તેમનો પૂરો સાથ આપે છે. ઉલ્લેખનીય છેલ્લા બે દિવસથી ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેને પગલે શાસક પક્ષના કાર્યાલય મંત્રીએ ભાજપના તમામ 68 કોર્પોરેટરને હાજર રહેવા ટેલિફોનથી ફરમાન જાહેર કર્યું છે.જૂથવાદને પગલે જનરલ બોર્ડ પહેલા ભાજપ સંકલન બેઠક કરશે
શીતયુધ્ધ હવે પરાકાષ્ટાએ આવી ગયું છે
ગત જનરલ બોર્ડમાં બીજો જ પ્રશ્ન કોંગ્રેસનો હતો તેથી પહેલા જ પ્રશ્નમાં એક કલાક કાઢવા માટે અનેક તર્ક અધિકારીઓએ લગાવ્યા હતા. જો કે આ વખતે તેવી સ્થિતિ આવશે નહીં. કારણ કે બે દિવસ પહેલા શહેર ભાજપના સ્નેહમિલનમાં સાંસદ રામભાઈ મોકરિયા અને પૂર્વ CM રૂપાણી વચ્ચે જે તડાફડી થઈ તે ક્ષણિક અને ગર્ભિત હતી પરંતુ રાજકીય રીતે તેને બહું સૂચક માનવામાં આવે છે. અગાઉ કોંગ્રેસની જે હાલત હતી એવી જ દશા હાલ રાજકોટ ભાજપની છે. ખાસ કરીને મહાપાલિકામાં એકથી વધુ જૂથ વચ્ચે અત્યાર સુધી ચાલતું શીતયુધ્ધ હવે પરાકાષ્ટાએ આવી ગયું છે.
શું હતો રૂપાણી અને મોકરિયાનો વિવાદ
આજથી 2 દિવસ પહેલા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણપત્રિકામા શું લોચો છે એમ કહી ખખડાવ્યા હતા. આ સમયે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. ત્યારે રૂપાણીએ રામ મોકરિયાને રોકડું પરખાવી કહી દીધું હતું કે તમે બેસી તમારી સાથે વાત નથી કરતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. થોડીવાર માટે તો સ્ટેજ પર તણાવભરી સ્થિતિ પણ ઉદભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.