ભરતી:સૌ. યુનિ.માં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • આંકડાશાસ્ત્ર માં 3 જગ્યા સામે 4, લાઈબ્રેરી સાયન્સમાં 1 સામે 2 જ અરજી
  • ફિઝિક્સમાં 4 જગ્યા સામે સૌથી વધુ 50, બાયો સાયન્સમા 8 સામે 49 ઉમેદવારો એ કરી અરજી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને છે. જેમાં આંકડાશાસ્ત્ર ભવનમાં કુલ 3 જગ્યા સામે માત્ર 4 જ ઉમેદવારો નોંધાયા છે જયારે લાઈબ્રેરી સાયન્સ ભવનમાં કુલ 1 જગ્યા સામે 2 ઉમેદવારો નોંધાયા છે.

ભલામણ કાંડ કારણે ભરતી રદ્દ થઈ હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યો દ્વારા વ્હોટ્સએપ ગ્રુપ મારફત કરવામાં આવેલ અધ્યાપકોની ભરતીમાં ભલામણ કાંડ કારણે રદ થયેલી કરાર આધારિત અધ્યાપકોની ભરતી ફરી એક વખત કરવામાં આવી રહી છે. જેમાં આ વખતે ઇન્ટરવ્યૂમાં સિન્ડિકેટ સભ્યો નહિ બેસી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં ઇન્ટરવ્યૂ ગોઠવાશે
ભરતી પારદર્શકતાથી થાય તે માટે અન્ય યુનિવર્સીટીના જે તે વિદ્યાશાખાના ડીન તથા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના પ્રતિનિધિ ઇન્ટરવ્યૂ કમિટીમાં બેસશે. જેમાં ભવનના અધ્યક્ષ અને ફેકલ્ટી ડીન ઉપસ્થિત રહી શકશે. આ માટે ટૂંક સમયમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી માટે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે.

ભવનકેટલી જગ્યાકેટલી અરજી
ભૌતિક શાસ્ત્ર450
બાયો સાયન્સ849
ફાર્મા સાયન્સ849
ગણિતશાસ્ત્ર445
અર્થશાસ્ત્ર541
ગુજરાતી340
રસાયણ શાસ્ત્ર631
સમાજશાસ્ત્ર230
હિન્દી130
કોમર્સ128
કમ્પ્યુટર સાયન્સ125
સંસ્કૃત119
અંગ્રેજી218
નેનો સાયન્સ218
આંબેડકર ચેર.218
મનોવિજ્ઞાન316
કાયદા216
હ્યુમન રાઇટ્સ113
હોમ સાયન્સ411
શિક્ષણ શાસ્ત્ર211
ઇતિહાસ211
ઇલેક્ટ્રોનિક્સ19
પત્રકારત્વ28
તત્વજ્ઞાન17
આંકડાશાસ્ત્ર34
લાયબ્રેરી સાયન્સ12