તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:જમ્મુમાં ડ્રોન હુમલાને પગલે રાજકોટ એરપોર્ટ પર એલર્ટ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટર્મિનલ બિલ્ડિંગ, પાર્કિંગ, એરપોર્ટ બહાર પણ સીઆઇએસએફના જવાનોનું ચેકિંગ

જમ્મુમાં તાજેતરમાં જ થયેલા ડ્રોન હુમલા બાદ દેશના મોટાભાગના એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવાયું છે. ત્યારે ડોમેસ્ટિક કક્ષાના રાજકોટ એરપોર્ટ પર પણ એલર્ટને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન અને કડક કરી દેવામાં આવી છે.

રાજકોટ એરપોર્ટ પર એન્ટ્રી ગેટથી લઈને ટર્મિનલ બિલ્ડિંગ અને ફ્લાઈટ સુધી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પરના સીઆઈએસએફના જવાનો એરપોર્ટની બહાર પણ ચેકિંગ કરી રહ્યા છે. પાર્કિગ એરિયામાં પણ રાઉન્ડ ધી ક્લોક નજર રાખવામાં આવી રહી છે. ટર્મિનલ બિલ્ડિંગમાં પણ પ્રવેશ પહેલા દરેક યાત્રિકોનું અને તેના સામાનનું જવાનો બારિકાઇથી ચેકિંગ કરી રહ્યા છે.

સામાન્ય દિવસોમાં પણ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક હોય છે પરંતુ તાજેતરમાં જ જમ્મુમાં થયેલા ડ્રોન હુમલાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. સીઆઈએસએફના જવાનોએ ડોગ સ્ક્વોડની વ્યવસ્થા રાખી છે. આખા એરપોર્ટને ફરતે જવાનો તૈનાત કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...