તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેઈઈ મેઈન્સનું પરિણામ:જેઇઇ મેઈન્સમાં એલન રાજકોટના લોટિયા અને સંખાવરા સૌરાષ્ટ્રમાં ટોપર

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • એલનની કાવ્યા ચૈપડાએ 300માંથી 300 અંક હાંસલ કર્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા જેઈઈ મેઈન્સ માર્ચ-2021નાં પરિણામોમાં એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરી એક વખત શ્રેષ્ઠતા સાબિત કરી છે. એલન કરિયર ઇન્સ્ટિટ્યુટ રાજકોટ સેન્ટરના હેડ રજનીશ શ્રીવાસ્તવે જણાવ્યું કે એલન રાજકોટના રેગ્યુલર ક્લાસરૂમ સ્ટુડન્ટ ધ્રુમિલ લોટિયા અને પ્રસન્ન સંખાવરાએ 99.9 પર્સન્ટાઈલ સ્કોર કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ટોપ કર્યું છે. તેમણે જણાવ્યું કે એલન રાજકોટના 3 છાત્રોએ 99.9 પર્સન્ટાઈલ, 5 છાત્રોએ 99 જ્યારે 34 છાત્રોએ 90 પર્સન્ટાઈલથી વધુ સ્કોર કર્યો છે.

એલનના નિર્દેશક બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે રિઝલ્ટમાં એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરી એક વખત નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એલનની ક્લાસરૂમ કોચિંગ છાત્રા કાવ્યા ચૈપડાએ 300માંથી 300 અંક પ્રાપ્ત કર્યા છે. કાવ્યા ચેપડાએ 100 પર્સન્ટાઈલ સાથે 300માંથી 300 અંક પ્રાપ્ત કર્યા છે. જેઈઈ મેઈન્સ પરીક્ષાના ઈતિહાસમાં એવું પહેલી વખત બન્યું છે કે કોઈ છાત્રાએ પૂરા માર્ક મળ્યા હોય.

આ પરફેક્ટ સ્કોર પ્રાપ્ત કરવાની સાથે જ કાવ્યા આવું કરનારી પહેલી છાત્રા બની છે. કાવ્યાએ દિલ્હી સ્ટેટ પણ ટોપ કર્યું છે. આ સાથે જ એલનના મૃદુલ અગ્રવાલે પણ 100 પર્સન્ટાઈલ સાથે 300માંથી 300 પરફેક્ટ સ્કોર પ્રાપ્ત કર્યો છે. જયારે છાત્રા જેનિથ મલ્હોત્રા અને રોહિત સિંહે પણ 100 પર્સન્ટાઈલ સ્કોર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો