તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:શુક્રવારે અખાત્રીજ: વર્ષનું શ્રેષ્ઠ વણજોયું મુહૂર્ત પરંતુ કોરોના અને બંધના લીધે શુભપ્રસંગો, સોના-ચાંદીની ખરીદી નહીં થાય

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ વર્ષે બે અખાત્રીજ: શુભ કાર્યો નહીંવત, લોકો ઘેર બેઠાં ધાર્મિક કાર્યક્રમો કરશે

વૈશાખ સુદ ત્રીજને શુક્રવારે 14મી મેના રોજ અખાત્રીજ મનાવાશે. આ વર્ષે ત્રીજની તિથિ શુક્રવારે અને શનિવારે એમ બે દિવસ છે, પરંતુ શનિવારે ત્રીજ સવારે 8 વાગ્યા સુધી જ છે તેથી લોકોએ શુક્રવારે જ અખાત્રીજ મનાવવાની રહેશે તેવું પંડિતો જણાવી રહ્યા છે. વર્ષમાં ચાર શ્રેષ્ઠ વણજોયા મુહૂર્ત બેસતું વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા હોય છે જેમાં અખાત્રીજ સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે.

આ દિવસે લગ્ન, સગાઇ, નવી દુકાનનું ઉદઘાટન, વાસ્તુ, સોના-ચાંદીની ખરીદી અતિશુભ માનવામાં આવે છે, પરંતુ હાલ કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિ અને કર્ફ્યૂ હોવાને કારણે લગ્ન સહિતના શુભકાર્યો નહીંવત છે. બજારો બંધ હોવાને કારણે સોના-ચાંદીની ખરીદી આ વર્ષે નહીં થઇ શકે.શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, કોરોના મહામારીમાં લોકો હાલ ઘરમાં જ રહે છે ત્યારે અખાત્રીજના આ શુભ અવસરે લોકોએ ઘેરબેઠા જ જપ-તપ, પૂજા-પાઠ કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે અને બીમારી સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

ભાવિકો ઘેરબેઠા મૃત્યુંજય મંત્ર કરે તો પણ શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. અખાત્રીજના દિવસે સાંજના શ્રીયંત્રનું પૂજન કરવાથી સ્થિર લક્ષ્મી રહે છે.પુરાણોમાં આ તિથિને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે સતયુગની શરૂઆત માનવામાં આવે છે. મહાભારત અને નારદ સંહિતામાં આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અખાત્રીજના દિવસે કરવામાં આવેલાં કોઇપણ પ્રકારના દાનનું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી.આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે.

અખાત્રીજે આ ચોઘડિયામાં શુભ-ધાર્મિક કાર્યો કરી શકાય
ચલ: સવારે 6.09થી 7.47 કલાક સુધી
લાભ: સવારે 7.47થી 9.26 કલાક સુધી
અમૃત: સવારે 9.26થી 11.05 કલાક સુધી
શુભ: બપોરે 12.43થી 2.22 કલાક સુધી
ચલ: સાંજે 5.39થી 7.18 કલાક સુધી
અભિજિત મુહૂર્ત: બપોરે 12.17થી 1.10 સુધી

અન્ય સમાચારો પણ છે...