તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Ajidem Closed For Two Days In Rajkot To Prevent Corona Transmission In Holi Dhuleti, Transition Likely To Increase If Crowds Gather

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપા તંત્ર એલર્ટ:રાજકોટમાં હોળી-ધૂળેટીમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા આજીડેમ બે દિવસ માટે બંધ,લોકોની ભીડ એકઠી થાય તો સંક્રમણ વધવાની શક્યતા

એક મહિનો પહેલા
  • રજાના દિવસોમાં સંક્રમણ અટકાવવા મનપા કાર્યરત

રાજકોટમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધતું જાય છે. શહેરમાં ઘણા સમય બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100ને પાર કરી 115 પર પહોંચી હતી. આથી રાજકોટનું મનપા તંત્ર એલર્ટ બન્યું છે. જેને પગલે હોળી-ધૂળેટીમાં લોકો શહેરની જીવાદોરી સમાન આજી ડેમ પર ફરવા ન જાય એ માટે ડેમ સાઇડ બંધ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મનપાએ શહેરના શોપિંગ મોલના સંચાલકોને કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે. જો કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં નહીં આવે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે.

લોકોની ભીડ એકઠી થાય તો સંક્રમણ વધવાની શક્યતા
હાલ હોળી-ધુળેટીના પર્વ પર રાજકોટમાં શનિવાર અને રવિવારમાં આખા દિવસનું લોકડાઉન લાદવામાં નથી આવ્યું, જેથી લોકો આ રજાના દિવસોમાં આજી ડેમ પર ફરવા માટે જાય તો લોકોની ભીડ પણ એકઠી થઈ શકે છે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા ડેમ સાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજીડેમની ફાઈલ તસ્વીર
આજીડેમની ફાઈલ તસ્વીર

રજાના દિવસોમાં સંક્રમણ અટકાવવા મનપા કાર્યરત
રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ સતત વધતું જાય છે. એક્ટિવ કેસોની સંખ્યા સામે ડિસ્ચાર્જ કેસો ઘટી રહ્યાં છે. હોમ આઈસોલેશન વધી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને ખાસ કાળજી લેવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથોસાથ જિલ્લામાં ટેસ્ટિંગ વધારવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં હાલમાં 51 ધન્વંતરી રથો દ્વારા તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર તપાસ શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાની કુલ વસ્તી 32 લાખની આસપાસ મનાય છે તે તમામ વ્યક્તિઓના ત્રણ-ત્રણ વખત આરોગ્ય તપાસ કરી લેવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો