ભાસ્કર એક્સક્લુઝિવ:5 માસ બાદ આજી રિવરફ્રન્ટની ફાઇલ આગળ વધી, ચૂંટણી પહેલાં અપાશે 187 કરોડની ગ્રાન્ટ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CM રાજકોટમાં આવ્યા તેના બે દિવસ પહેલા સરકારમાં થઈ હતી દરખાસ્ત, હવે સીએમ ટેબલ પર પહોંચશે

રાજકોટ શહેરની જીવાદોરી એવી આજી નદીમાં રિવરફ્રન્ટના કામને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે પણ આ પ્રોજેક્ટ માટે 1180 કરોડ રૂપિયાની જરૂર છે જે મનપા ખર્ચ કરી શકે નહિ માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવી હતી જોકે એકસાથે 1180 કરોડ રૂપિયા રાજ્ય સરકાર પણ ન આપી શકે તેમજ કામ પણ લાંબું ચાલે તે માટે હવે પ્રોજેક્ટને ફેઝ વાઈઝ ચાલુ કરવા નક્કી કરાયું હતું અને ગ્રાન્ટ માગવામાં આવી હતી જેની ફાઈલ હવે તમામ તબક્કાઓમાંથી પસાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રીના ટેબલ પર મુકાવાની તૈયારી છે અને આગામી સમયમાં જ ગ્રાન્ટ મંજૂર થઈ જશે.

આજી રિવરફ્રન્ટ માટે મુખ્યમંત્રીને પ્રેઝેન્ટેશન અપાયું હતું અને તેમાં મુખ્યમંત્રીએ કેટલી ગ્રાન્ટ જોઈએ અને કઈ રીતે આયોજન કરાશે તેની વિગતો માગી હતી. બાદમાં ફરી થયેલી બેઠકમાં ગ્રાન્ટનું પ્રપોઝલ મોકલવા કહ્યું હતું. તાજેતરમાં જ મનપા કચેરીએ મુખ્યમંત્રી આવ્યા ત્યારે ગ્રાન્ટ માટે દરખાસ્ત મોકલાઈ હતી

જેમાં 1 કિ.મી. રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવના રિડેવલપમેન્ટ માટે 187 કરોડ રૂપિયાની માંગ કરાઈ હતી. આ ફાઈલમાંથી ટેક્નિકલ અને વહીવટી બંને પ્રકારની પૂર્તતાઓ માટે મનપાને રિમાઈન્ડ અપાયા હતા અને હવે બધી કામગીરી પૂરી થતા શહેરી વિકાસ સચિવ પાસે ફાઈલ મોકલાવી દેવાઈ છે અને હવે મુખ્યમંત્રી ગમે ત્યારે ગ્રાન્ટ મંજૂર કરી ચૂંટણી પહેલા જ રિવરફ્રન્ટનું કામ ચાલુ કરાવે તેવી શક્યતા છે. મંદિરની બંને બાજુ 500 મીટર સહિત કુલ 1 કિ.મી. વિસ્તારમાં રિવરફ્રન્ટ બનશે અને રામનાથ મહાદેવ મંદિરમાં વિકાસના કામો તેમજ ઘાટનું કામ પણ થશે.

મંદિરને ગંદકી મુક્ત કરવા અત્યારથી જ પ્રયાસો
રામનાથ મહાદેવ મંદિરમાં પૂર આવે ત્યારે ગંદકી ઘટાડવા માટે તેમજ વહેણને દિશા આપવા માટે ઘાટની સાફ સફાઈ તેમજ મંદિરના પાછળના ભાગે નદીમાં ચરેડા પાડી વહેણ વગર વિઘ્ને નીકળે અને કચરો ન ઠાલવે તેની કામગીરી ચાલુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...