તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત થયા બાદ જાગે છે તંત્ર:આજી ડેમ ચોકડીએ બે યુવાનનાં મૃત્યુના છ માસ બાદ નોંધાઇ’તી ફરિયાદ રાવકી નજીક આધેડનો ભોગ લેવાયા પછી હવે ઝડપથી કામ કરવા આદેશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંબંધિત વિભાગ પોતાનો લૂલો બચાવ કરી વાહન ચાલકોને જ દોષિત માને છે અને તેમની જવાબદરી ફિક્સ કરતું હોય છે, અને ભીનું સંકેલી લેવાય છે

નબળા બ્રિજના કામના પગલે ચોમાસાની ઋતુમાં ઘણા એવા અકસ્માત બને છે, જેમાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવો પડે છે, સામે તંત્રની જવાબદારી ફિક્સ થતી હોવા છતાં જાણે ભીનું સંકેલી લેવાયું હોય તેવી સ્થિતિ સામે આવે છે. જવાબદારો પર પગલાં લેવાના બદલે ગુજરનાર લોકોની બેદરકારી સતત દેખાડવામાં આવે છે, પરંતુ તંત્ર એ વાતનો કોઈ દિવસ સ્વીકાર નથી કરતું કે ભૂલનું જવાબદાર કોણ છે ? રાજકોટ તાલુકાના રાવકી ગામે ગાડી પુલ પરથી નીચે ખાબકતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

વાસ્તવિકતા તો એ છે કે, હજુ પણ તે બ્રિજ લોકોની યાતાયાત માટે ઉપયોગમાં લઇ શકાય તે સ્થિતિમાં પણ નથી, સામે ડાયવર્ઝન તો કાઢ્યું પરંતુ કોઈ એવી નિશાની ન મૂકી જેનાથી લોકો ચેતીને ચાલે. એટલું જ નહિ હજુ પણ એ બ્રિજ પર પેરાફ્રેઝ, એપ્રોચ રોડ અને ઢાળિયાનું ડામર કામ પણ બાકી છે. હાલ આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને ખુલાસો પણ માગ્યો છે કે, આ દુર્ઘટના કેમ ઘટી અને શું બેદરકારી સામે આવી હતી, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, આ પ્રકારના ખુલાસા આપવામાં સંબંધિત વિભાગ ખૂબજ ચપળતાથી જવાબ આપી દેતા હોય છે, પરંતુ જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો એમના માટે શું? આ કિસ્સામાં પણ વિભાગે મૃતક વ્યક્તિને દોષિત ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓને ના પાડવા છતાં તેઓએ ગાડી ચલાવી હતી અને મોટા ખાડો હોવાના કારણે ગાડી પલટી મારી જઈ પુલ નીચે પડી હતી.

તંત્ર તેમ છતાં પોતાની જવાબદારી કે કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ નથી કરતું કે બ્રિજ પર ખાડો શું કામ રહ્યો ?, કેમ તેને બૂરવામાં ન આવ્યો ?, આ બધાજ પ્રશ્ન પર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.રાવકી પાસે મંગળવારના રોજ બનેલા બનાવ જેવો જ ગત વર્ષે શહેરની આજી ડેમ ચોકડી પાસેના ઓવરબ્રિજ પર બન્યો હતો. જે ઘટનામાં ઓવરબ્રિજ તૂટી પડતા આજી ડેમ વિસ્તારમાં રહેતા બે યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઓવરબ્રિજના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો હતો.

આક્ષેપના પગલે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ સરકારે જિલ્લા કલેક્ટરને તપાસ કરવાના આદેશ કર્યા હતા. તપાસના અંતે ઓવરબ્રિજના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનું ખૂલતા બે યુવાનનાં મોત માટેના જવાબદાર બ્રિજ બનાવનાર કંપનીના અધિકારીઓ સહિતનાઓ સામે આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાયો હતો. જે ફરિયાદના પગલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપીની ધરપકડ બાકી હોવાનું આજી ડેમ પોલીસમથકના પી.આઈ વી.જે ચાવડાએ જણાવ્યું છે. જોકે આ ગંભીર ઘટનામાં પકડાયેલા પાંચેય આરોપીઓ હાલ જામીન પર છૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...