નવાનીરની આવક:આજી- 2 ડેમ ઓવરફ્લો, 12 ગામને એલર્ટ કરાયા, છાપરવાડી-2 ડેમના બે દરવાજા ખોલાયા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવાર બાદ રવિવારે પણ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે અનેક ડેમમાં નવાનીરની આવક થઈ હતી.આજી- 2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમમાં 678 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે. ડેમની હેઠવાસમાં આવેલ પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢકા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, જૂના નારણકા અને ટંકારાના સખપર, કોઠારિયા સહિતના ગામના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ વિભાગે તાકીદ કરી છે.

આ સિવાય રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામ પાસે આવેલ છાપરવાડી-2 ડેમ ઓવરફ્લો થઈ જતા રવિવારે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા.જેમાં એક દરવાજો એક ફૂટ અને એક દરવાજો અડધો ફૂટ ખોલાયો હતો. જ્યારે આજી-2 ડેમ ઓવરફ્લો થતા 12 ગામને એલર્ટ કરવામાં આવ્યો છે. છાપરવાડી- 2 ડેમમાં 2175 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. તેમજ ઉપરવાસના વરસાદના કારણે પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમના હેઠવાસમાં આવેલા લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારિકા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...