નિમણૂક:રાજકોટ એરપોર્ટની એરપોર્ટ એડવાઇઝર કમિટીની રચના કરાઇ, નવા 3 સભ્ય તરીકે પરેશ ગજેરા, રમેશ ટીલાળા અને પરેશ વસાણીની નિયુક્તી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરેશ ગજેરા. - Divya Bhaskar
પરેશ ગજેરા.
  • આ કમિટી દ્વારા એરપોર્ટમાં સુવિધાઓ અને સમસ્યા નિરાકરણ માટે મદદરૂપ બનશે

રાજકોટ એરપોર્ટની એરપોર્ટ એડવાઇઝર કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ 9 સભ્યોનો સમાવેશ કરવામાં આવતો હોય છે જે 9 સભ્યોમાં 3 નવનિયુક્ત સભ્યો તરીકે પરેશ ગજેરા, પરેશ વસાણી અને રમેશ ટીલાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા એરપોર્ટમાં સુવિધાઓ અને સમસ્યા નિરાકરણ માટે મદદરૂપ બનશે.

કમિટીની જવાબદારી મુસાફરોની સુવિધાઓની સંભાળ રાખવાની છે
રાજકોટ એરપોર્ટ એડવાઇઝર કમિટી અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તે માટેની માર્ગદર્શિકાના આધારે રચિત એરપોર્ટ એડવાઇઝર સમિતિએ વિવિધ હિસ્સેદારો દ્વારા તેનું પ્રતિનિધિત્વ વધાર્યું છે. એરોડ્રોમ સલાહકાર સમિતિ મુખ્યત્વે એરપોર્ટને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા, મુસાફરોની સુવિધાઓ અને સુવિધાઓની સંભાળ રાખવાનો છે. રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંતા બોરાહએ જણાવ્યું હતું કે, એરપોર્ટ એડવાઇઝરી કમિટીના કન્વીનર પણ રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજકોટ એરપોર્ટની એરપોર્ટ એડવાઇઝરી કમિટીના નવા સભ્યો તરીકે પરેશભાઇ ગજેરા, રમેશ ટીલાળા અને પરેશભાઇ વસાણીને નિયુક્ત કર્યા છે.

રમેશ ટીલાળા.
રમેશ ટીલાળા.

ચાર વર્ષ પછી સભ્યને ફરીથી નામાંકિત કરી શકાય છે
પરેશભાઇ ગજેરા રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે અને અગાઉ તેઓ ગુજરાત ક્રેડાયના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે પરેશભાઇ વસાણી રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત છે અને રમેશભાઇ ટીલાળા સામાજિક કાર્યકર તેમજ ચશાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ના ચેરમેન છે. રાજકોટ એરપોર્ટની એરપોર્ટ એડવાઇઝરી કમિટીની રચના બે વર્ષથી વધુ સમય પછી કરવામાં આવી છે. થોડા મહિના પહેલા બે સભ્યોની બે વર્ષની મુદત પૂરી થતાં હોવાથી પુનર્ગઠન જરૂરી બન્યું હતું માટે આજે નવનિયુક્ત 3 સભ્યોની મુદત બે વર્ષ માટે છે જો કે, ચાર વર્ષ પછી સભ્યને ફરીથી નામાંકિત કરી શકાય છે.

અમદાવાદની જેમ ઓછા ભાડામાં સારી કનેક્ટિવિટી મળે એવા પ્રયત્નો કરીશું: પરેશ ગજેરા
પરેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ એડવાઇઝર કમિટીમાં તેઓની નિમણૂક કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ 9 સભ્યો હોય છે. જેમાં અલગ અલગ ચેમ્બરના 3 પ્રમુખ, એરપોર્ટના ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ તકે અમારો મુખ્ય પ્રયાસ એ રહેશે કે સૌરાષ્ટ્રભરના મુસાફરોને રાજકોટ એરપોર્ટ ખાતેથી જ એર કનેક્ટિવિટી મળી રહે અને તેમાં પણ અમદાવાદની જેમ ઓછા ભાડામાં સારી કનેક્ટિવિટી મળે એવા પ્રયત્નો કરીશું અને ખાસ મુંબઇ, દિલ્હી, ગોવા બાદ રાજકોટ એરપોર્ટ પરથી ટૂંક સમયમાં બેંગ્લોર અને કોલકત્તા જવા માટે એર કનેક્ટિવિટી શરૂ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.

પરેશ વસાણી.
પરેશ વસાણી.

સ્થળ મુલાકાત કરી જરૂરિયાત મુજબ સૂચનો કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ આકાર લઇ રહ્યું છે ત્યારે ઇન્ટનેશનલ એરપોર્ટની કામગીરી પણ સારી રીતે ચાલે અને સમયસર સારી સુવિધા સાથે લોકોને ફાયદો થાય તે માટે સમયાંતરે ત્યાંની પણ સ્થળ મુલાકાત કરી જરૂરિયાત મુજબ સૂચનો કરવામાં આવશે.