તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Aircargo Service Starts At Rajkot Airport After 9 Years, First Booking Puppy Arrives In Delhi From Rajkot On Air India Flight

ઉડાન:રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરુ, પ્રથમ બુકિંગ પપ્પી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં રાજકોટથી દિલ્હી પહોંચ્યું

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂતકાળમાં પણ સૌથી વધુ ડોગી એ પ્લેનની સવારીનો આનંદ માણ્યો હતો

રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ કાર્ગો સર્વિસ શરૂ થઈ છે. એર ઈન્ડિયાના પ્રથમ કાર્ગો બુકીંગમાં રાજકોટનું પપ્પી દિલ્હી પહોંચ્યું હતું. ગત મહિનાથી એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થઈ છે પરંતુ કોરોના ના લીધે લોકડાઉન માં કાર્ગો બુકિંગ થયા નહોતા.સ્પાઇસ જેટ અને ઈન્ડિગો એરલાઇન કંપની ની ફ્લાઈટ હાલમાં બંધ છે જ્યારે એર ઇન્ડિયાની મુંબઈ દિલ્હી માટેની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં ગઈકાલે રાજકોટ થી દિલ્હી માટેની ફ્લાઈટમાં સર્વિસમાં પ્રથમ બુકિંગ પેટ(પપ્પી) નું કરાયું હતું.આ પપ્પી એ પ્લેન ની સવારી કરી દિલ્હી પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જ્યારે જેટ એરવેઝની કાર્ગો સર્વિસ ચાલતી હતી તેમાં પણ સૌથી વધુ ડોગની અલગ અલગ બ્રિડ અને બર્ડસપોપટ એ પ્લેન ની સવારીનો આનંદ માણ્યો હતો.

નવ વર્ષનાં લાંબા સમય બાદ મહેનતનું ફળ મળ્યું
રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો સર્વિસ શરૂ થાય તે માટે ઘણા લાંબા સમયથી વેપારીઓ અને ઉદ્યોગકારો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર સહિત અન્ય સંગઠનો માંથી પણ માંગણી ઊઠી હતી. વ્યવસાયિક એકમોને તેમના પાર્સલ મોકલવા માટે અમદાવાદ સુધી ધક્કો થતો હતો પરંતુ નવ વર્ષનાં લાંબા સમય બાદ મહેનતનું ફળ મળ્યું અને રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો સર્વિસ શરૂ કરવામાં આવી છે.કાર્ગો સર્વિસની મંજૂરી મળ્યા બાદ રાજકોટમાં કોરોના પિક પર આવતા કાર્ગો પાર્સલ માટે બ્રેક લાગી હતી.

એનિમલ લવર્સ માટે પણ આ કાર્ગો સર્વિસ લાભદાયી
આ ઉપરાંત અન્ય એરલાઇન્સ કંપનીઓની સ્થગિત સેવા હાલ પૂરતી સ્થગિત કરી દેવાયા હોવાથી માત્ર એર ઇન્ડિયા ના વિમાન ઉડાન ભરી રહ્યા છે.દરમ્યાન ગઈકાલે એર કાર્ગો માં પ્રથમ બુકિંગના શ્રી ગણેશ થયા હતા. જેમાં રાજકોટ માંથી એક પપી ને દિલ્હી ખાતે મોકલવામાં આવ્યું છે. આ કાર્ગો સર્વિસ શરૂ થવાથી ઓટોપાર્ટસ,કાસ્ટીગ મશીનરી,ટાઇલ્સ,ટેક્સટાઇલ્સ,વેલ્યુઅબલ ગોલ્ડ-સિલ્વર જવેલરી, ઇમિટેશન જવેલરી સહિત વસ્તુઓના પાર્સલ હવે સરળતાથી મોકલી શકાશે તો બીજી તરફ એનિમલ લવર્સ માટે પણ આ કાર્ગો સર્વિસ લાભદાયી બની છે.