તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાઈટમાં કોરોનાની નહિંવત અસર:રાજકોટથી દિલ્હી-મુંબઈની એર ઈન્ડિયાની ફ્લાઈટ 70 ટકા અને સ્પાઈસ જેટની ફ્લાઈટ 100 ટકા ફૂલ જાય છે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજકોટથી સ્પાઈસ જેટની દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ દરરોજ ઉપડે છે

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે મનપા દ્વારા બહારથી આવતા લોકો અને શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ પર કોરોનાની કેટલી અસર જોવા મળી રહી છે. તેમાં જાણવા મળ્યું હતું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ 70 ટકા જેટલી અને સ્પાઈસ જેટની 100 ટકા જેટલી ફૂલ જઈ રહી છે.

એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ 70 ટકા ફૂલ
એર ઈન્ડિયાના અધિકારી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની મુંબઈની ફ્લાઈટ મંગળ, ગુરૂ અને શનિવારે ઉપડે છે. જ્યારે દિલ્હીની ફ્લાઈટ દરરોજ ઉપડે છે. આ ફ્લાઈટમાં દરરોજ 70થી 90 ટકા ફૂલ જઈ રહી છે. ક્યારેય 60 પેસેન્જર હોય છે તો ક્યારેક 70 પેસેન્જર હોય છે.

સ્પાઈસ જેટની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ હાઉસફૂલ
સ્પાઈસ જેટના અધિકારી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટથી સ્પાઈસ જેટની દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ દરરોજ ઉપડે છે. જે તમામ ફ્લાઈટ ફૂલ હોય છે. ક્યારેય એવુ બને કે 10 ટકા પેસેન્જર આમ તેમ થાય પણ શનિવાર અને રવિવારે ફ્લાઈટ ફૂલ હોય છે. ફ્લાઈટમાં 122 લોકોને કેપેસિટી હોય છે. જે તમામ સીટ હાલ ફૂલ થઈ જાય છે. એટલે કોરોનાની અસર નહીંવત જોવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો