હિરાસર એરપોર્ટ ખાતે કેલિબ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ટેકઓફ અને લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આમ, હવાઈ સેવા અને ફ્રીક્વન્સી બન્નેમાં વધારો થવામાં હજુ મહિનાઓ લાગી જશે. વેકેશન આગામી દિવસોમાં શરૂ થશે ત્યારે રાજકોટ એરપોર્ટ પરથી એર ફ્રીક્વન્સી ચાલુ મહિનાના અંતે ઘટશે તેવું જાણવા મળી રહ્યું છે. જેને કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થશે.રાજકોટ એરપોર્ટ ઉપરથી ફ્લાઇટ નહીં મળે તો મુસાફરોને ફ્લાઇટ મેળવવા માટે અમદાવાદ સુધી લાંબા થવું પડશે.
હાલ રાજકોટથી મુંબઈ, દિલ્હી, ગોવા સહિતની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. તેમજ નિયમિત એરક્રાફ્ટ પણ આવી રહ્યા છે. જોકે અત્યારે જે શહેરોની ફ્લાઈટ ફ્રીક્વન્સી છે તેમાં ઉમેરો કરવામાં આવે તેવી માગણી વેપારી અને ચેમ્બર ઓફ કોમર્સમાં ઊઠી છે. આ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી રહી છે.
ઉદયપુર અને નાથદ્વારાની ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો પૂરતો ટ્રાફિક પણ મળી રહે અને લોકોની સુવિધામાં પણ વધારો થાય તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. માર્ચ મહિનો શરૂ થઇ ગયો છે. ત્યારે ફ્લાઇટમાં સમર શિડ્યૂલ લાગુ પડશે. તેમ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે. બીજી તરફ ઉનાળુ વેકેશનમાં સામાન્ય દિવસો કરતા મુસાફરોનો ધસારો વધારે હોય છે. ત્યારે અત્યારથી ફ્લાઈટ અને ટ્રેનમાં બુકિંગમાં વધારો થયો છે. વેકેશનમાં ઉંચા ભાડા ચૂકવીને પણ લોકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ ફરવા માટે જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.