તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:એઈમ્સની ટીમ રાજકોટની મુલાકાતે, રાજકોટ એઈમ્સના ઓફિસર સાથે બેઠક, આગામી સમયમાં વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરી

રાજકોટ10 મહિનો પહેલા
એઈમ્સના જોધપુર અને અમદાવાદથી આવેલા સભ્યોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેઠક કરી હતી - Divya Bhaskar
એઈમ્સના જોધપુર અને અમદાવાદથી આવેલા સભ્યોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેઠક કરી હતી
  • રાજકોટ આવેલી એઈમ્સ ટીમે આજે સવારે સિવિલમાં બર્ન્સ વોર્ડ ઉપરના ભાગે જ્યાં વર્ગો શરૂ થવાના છે ત્યાં નિરીક્ષણ કર્યુ

રાજકોટમાં એઈમ્સની કામગીરી ઝડપથી આગલ વધી રહી છે ત્યારે એઈમ્સ ટીમના જોધપુર અને અમદાવાદના અધિકારીઓ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં એઈમ્સ બની રહી છે ત્યારે હવે આગામી સમયમાં વર્ગો શરૂ કરવાના હોય તે અંગેની રાજકોટ એઈમ્સના ઓફિસર ડો. ગૌરવી ધ્રુવ સાથે બેઠક યોજાઈ હતી. રાજકોટ આવેલી એઈમ્સ ટીમે આજે સવારે સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ ઉપરના ભાગે જ્યાં વર્ગો શરૂ થવાના છે ત્યાં નિરીક્ષણ કર્યુ હતું. બાદમાં મેડિકલ કોલેજ ખાતે ખાસ બેઠક યોજાઈ હતી.

20 દિવસ પહેલા કલેક્ટરની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી
20 દિવસ પહેલા રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન અને મુખ્યમંત્રીની એઈમ્સ અંગે બેઠક કરી હતી. જેમાં રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના પ્લાનને ઝડપથી મંજૂર કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. એઈમ્સ દ્વારા 13 પ્લાનની ચકાસણી શરૂ કરવામાં આવી છે. 6 પ્લાન સુધારા સાથે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સિંચાઈ, માર્ગ-મકાન, હાઈવે ઓથોરિટી સહિતના વિભાગોના અધિકારીઓ સાથે જોડાશે.

રાજકોટમાં એઇમ્સનો પ્રોજેક્ટ 2021 પહેલા પૂરો કરી દેવામાં આવશે
રાજકોટના જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલનો પ્રોજેક્ટ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ પ્રોજેક્ટ દોઢ વર્ષમાં એટલે કે 2021ના અંત પૂર્વે પૂરો કરાશે. પરાપીપળિયાની જમીનમાં ચારેક જેટલા ખેતી વિષયક દબાણો હતા જે દૂર કરાયા છે. તેમજ વીજલાઈનનું શિફ્ટિંગનું કામ પણ પૂરું થઇ ગયું છે. જ્યારે હવે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ ચાલી રહ્યું છે જે કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે.