તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનની અસર:અમદાવાદીઓએ કેસર કેરી ખાવા માટે હજુ 10 દિવસની રાહ જોવી પડશે, ગત વર્ષ કરતાં આવકમાં 50 ટકાનો ઘટાડો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં 8થી 10 હજાર બોક્સ, તાલાલામાં 5 હજાર બોક્સની આવક
  • રાજકોટમાં બોક્સના 300થી 800 અને તાલાલામાં 400થી 750 રૂપિયા ભાવ

ફળોના રાજા કેસર કેરીનો પાક તૈયાર થઇ ગયો છે અને સૌરાષ્ટ્રના યાર્ડમાં રોજ આવક પણ શરૂ થઇ ગઇ છે. પરંતુ લોકડાઉનને કારણે બહારના રાજ્ય કે સૌરાષ્ટ્ર બહાર કેરીની નિકાસને હજુ 10 દિવસથી વધુ સમય લાગી શકે છે. જ્યારે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં 10 દિવસ બાદ નિકાસ થશે તેવી શક્યતા છે. આથી અમદાવાદવાસીઓએ હજુ કેસર કેરીનો સ્વાદ માણવા માટે 10 દિવસની રાહ જોવી પડશે. આ વર્ષે એક તરફ કુદરતી આફતોને કારણે 15 ટકા પાકને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ લોકડાઉનને કારણે 15 દિવસ કેરી માર્કેટમાં આવવામાં મોડી પડી છે. ગત વર્ષ કરતા રાજકોટ માર્કેટ યાર્ડમાં 50 ટકા કેરીની આવક છે. ત્યારે કેરીનું પીઠુ ગણાતા તાલાલા માર્કેટ યાર્ડમાં પણ કેરીની ખૂબ ઓછી આવક જોવા મળી રહી છે. 

બંને યાર્ડમાં આવક અને ભાવ 

રાજકોટ માર્કેટ યાર્ડમાં રોજની 8થી 10 હજાર બોક્સ કેરીની આવક છે. જ્યારે તાલાલા યાર્ડમાં રોજની સરેરાશ 5 હજાર બોક્સની આવક થઇ રહી છે. રાજકોટમાં કેરીના એક બોક્સના 300થી 800 રૂપિયા ભાવ ચાલી રહ્યા છે. જ્યારે તાલાલામાં એક બોક્સના 400થી 750 રૂપિયા ભાવ બોલાય છે. ગત રવિવારે જ તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં તાલાલા માર્કેટ યાર્ડમાં આ વર્ષે 200 રૂપિયા વધુ ભાવ મળી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં પણ કેરીની આવક શરૂ છે. ગોંડલમાં રોજ કેસર કેરીના 3 હજારથી વધુ બોક્સની આવક છે. અહીં પણ 800 સુધી ભાવ બોલાય છે. 

બહારના રાજ્યોને કેરીનો સ્વાદ રૂટિન કરતા 15થી 20 દિવસ મોડો મળશે

રાજકોટ  કેરી માર્કેટિંગ યાર્ડના સભ્ય અને કેરીના હોલસેલ વેપારી કાબાભાઇએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં કેસર કેરીના આઠથી દસ હજાર બોક્સ જ આવ્યા હતા. શરૂઆતમાં પાંચથી છ હજાર આવ્યા હતા. ધીમે ધીમે બોક્સની સંખ્યા વધી રહી છે. 300થી 700 રૂપિયા ભાવ છે. હજુ અમદાવાદવાળા લોકોએ કેરી ખાવા માટે 10 દિવસની રાહ જોવી પડશે. ગત વર્ષ કરતા આ વખતે 50% ની આવક છે એટલે અને અન્ય રાજ્ય બહાર મોકલવામાં તકલીફ પડી રહી છે. આથી બહારના રાજ્યોએ કેરી ખાવા માટે આ વખતે રૂટીન કરતા પંદર-વીસ દિવસ મોડી ખાવા મળશે.
(જીતેન્દ્ર માંડવીયા, તાલાલા)

અન્ય સમાચારો પણ છે...