રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જેમાં અમદાવાદના એક તબીબે મહિલા તબીબ સાથે મિત્રતા કેળવી બાદમાં રાજકોટની હોટેલમાં, જામનગર તથા અમદાવાદમાં મહિલા તબીબની મરજી વિરુદ્ધ અનેકવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધાનો આરોપ મુકવામાં આવ્યો છે.
અનેકવાર શરીર સંબંધ બાંધી લીધો
મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યા મુજબ અમદાવાદના તબીબ ડો. પાર્થ પટેલે તારીખ 25.11.2020 થી 05.10.2021 દરમ્યાન મિત્રતા કેળવી હતી અને એ પછી તેણીને રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી સુર્યકાંત હોટલ ખાતે લાવી અહીં બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત જામનગર ખાતે તેમજ અમદાવાદ ખાતે ડો.પાર્થે પોતાની ઘરે પણ મરજી વિરુદ્ધ અનેકવાર શરીર સંબંધ બાંધી લીધો હતો.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
હાલ એ ડિવિઝન પોલીસે 27 વર્ષીય મહિલા તબીબની ફરીયાદ પરથી અમદાવાદના ડો.પાર્થ સતીષચંદ્ર મકવાણાની સામે આઇપીસી 376 (2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.