તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Agriculture Minister RC Faldu Said, "Congress Is Misleading The Farmers. Many People Are Protesting Without Studying The Bill."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ મુદ્દે પ્રતિક્રિયા:રાજકોટમાં કૃષિ કાયદાને લઈને ખેડૂતોના વિરોધ મુદ્દે કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું- કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે, ઘણા લોકો બિલનો અભ્યાસ કર્યા વગર જ વિરોધ કરે છે

રાજકોટ4 મહિનો પહેલા
  • પ્રધાનમંત્રી કોઈ પણ નિર્ણય કરે તે પહેલા તેનો અભ્યાસ કરે છે- ફળદુ

કૃષિ કાયદાને લઈને ખેડૂતોના વિરોધ મુદ્દે આજે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આર.સી.ફળદુએ ખેડૂતોના વિરોધ મુદ્દે કહ્યું કે સરકારે 3 કૃષિ બિલ પાસ કર્યાં છે. કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. ઘણા લોકો બિલનો અભ્યાસ કર્યા વગર જ વિરોધ કરી રહ્યાં છે. મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને ગુજરાતમાંથી પત્ર લખવામાં પણ આવ્યાં છે.

કૃષિ બિલ ખેડૂતોના હિતમાં જ છે- ફળદુ
ગુજરાતમાં APMC અંદર મેટ્રિક ટન માલ સંગ્રહ થાય તે માટે ગોડાઉન તૈયાર કરવામાં આવ્યાં છે. ટેકાના ભાવથી પાકની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતના ખેતરમાં થતો પાક ખરીદવા માટે ખરીદનાર વધે તે માટે નિર્ણય કરવામાં આવ્યાં છે. કૃષિ બિલ ખેડૂતોના હિતમાં જ છે. પરંતુ કોંગ્રેસ તેને ગુમરાહ કરી રહી છે.

APMC એક્ટના સુધારાને વાંચવાની જરૂર છે- ફળદુ
પ્રધાનમંત્રી કોઈ પણ નિર્ણય કરે તે પહેલા તેનો અભ્યાસ કરે છે. લોકો પાસેથી તેનો અભિપ્રાય લે છે બાદમાં નિર્ણય કરે છે. નરેન્દ્ર મોદી ધરતીના નમૂનાનું પૃથ્થકરણ કરે છે. મોદી જ્યારે CM હતા ત્યારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. APMC એક્ટના સુધારાને વાંચવાની જરૂર છે. આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, મને સમજાતું નથી કે કોના પેટમાં શું પાણી રેડાય છે. ગુજરાતમાં પણ APMC એક્ટ પ્રમાણએ વ્યવસ્થા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો