લોકડાઉનમાં છૂટછાટ / સાંજે 7 સુધી દુકાન ખુલ્લી રાખવાના અગ્રવાલના ખોટા નિર્ણયથી પોલીસ-વેપારીઓ વચ્ચે થઈ રકઝક

પોસ્ટર પ્રહારઃ કમિશનરની અનાડી જેવી વાતથી વેપારી થયા પરેશાન
પોસ્ટર પ્રહારઃ કમિશનરની અનાડી જેવી વાતથી વેપારી થયા પરેશાન
X
પોસ્ટર પ્રહારઃ કમિશનરની અનાડી જેવી વાતથી વેપારી થયા પરેશાનપોસ્ટર પ્રહારઃ કમિશનરની અનાડી જેવી વાતથી વેપારી થયા પરેશાન

  • મ્યુનિ. કમિ.એ 13 કલાકના સમયગાળામાં બે વખત જાહેરાત કરી હતી કે દુકાનો સાંજે 7 સુધી ખુલ્લી રાખી શકાશે
  • ભાસ્કરે CP સમક્ષ મુદ્દો ઉઠાવતા ઉદિતને ભાન થયું અને સાંજે 4 સુધી જ આવશ્યક વસ્તુની દુકાન ખુલ્લી રખાશેની સ્પષ્ટતા કરી

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 06:43 AM IST

રાજકોટ. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના ઓછા અનુભવનો વધુએક વખત કડવો અનુભવ રાજકોટના લોકોને મંગળવારે થયો હતો. રાજકોટ શહેરમાં લોકડાઉન 4માં આવશ્યક વસ્તુમાં આવતી દૂધની ડેરી અને કરિયાણાની દુકાનો સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવી તેઓએ જાહેરાત કરી હતી, પરંતુ સાંજના 4 વાગ્યે પોલીસે તમામ દુકાનો સાથે ઉપરોક્ત દુકાનો પણ બંધ કરાવતા વેપારીઓ સાથે રકઝક થઈ હતી.
પોલીસે 4 વાગ્યા પછી તમામ દુકાનો બંધ કરાવી
કેટલાક વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરે કરેલી જાહેરાતની વાત પણ પોલીસ સમક્ષ કરી હતી. જો કે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડેલા જાહેરનામા મુજબ આવશ્યક વસ્તુની દુકાનો પણ સવારે 8થી સાંજના 4 સુધી જ ખુલ્લી રાખવાની હતી. આથી પોલીસે તમામ દુકાનો બંધ કરાવી દીધી હતી. આથી વેપારીઓ પણ રોષે ભરાયા હતા અને મ્યુનિસિપલ કમિશનરે અણઆવડતથી કરેલી જાહેરાતને રોષભેર વખોડી હતી અને રાજકોટના ટોચના અિકારીઓ વચ્ચે સંકલન ન હોવાનો બડાપો પણ કાઢ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે સોમવારે રાતથી મંગળવાર બપોર સુધીના 13 કલાકના સમયગાળામાં બે વખત જાહેરાત કરી હતી કે, આવશ્યક વસ્તુની દુકાન સવારે 7થી સાંજે 7 સુધી ખુલ્લી રહી શકશે. જો કે ઉદિત અગ્રવાલે આ જાહેરાત કયા નિયમ અને કઈ સત્તા મુજબ કરી તે મુદે્ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓમાં પણ ભારે ચર્ચા શરુ થઈ છે. હવે તમામ દુકાનો સાંજે 4 સુધી જ ખુલ્લી રહી શકશે.
આબરૂ જવાના ભયથી ઉદિતે સ્ટાફને કહ્યું નહીં
ઉદિત અગ્રવાલે પોતાની ભૂલ સ્વીકારી હતી અને તમામ દુકાનો સાંજના 4 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે તેવું કબૂલ્યું હતું, પરંતુ ફિલ્ડમાં જે કર્મચારીઓ કામ કરે છે તે લોકો સુધી આ વાત પહોંચાડી નહોતી, મનપાના આસિસ્ટન્ટ કમિશનર ધડુકનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની જાહેરાત મુજબ ડેરી અને કરિયાણાની દુકાનો સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
ઉદિતને આવો વિચાર કયાંથી આવ્યો?
ગાઇડલાઇન બાદ બધા મ્યુનિ. કમિશનરે દુકાનો સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવી જાહેરાત કરી માત્ર ઉદિત અગ્રવાલ જ એક એવા અધિકારી હતા જેમણે આવશ્યક વસ્તુઓની દુકાન સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની જાહેરાત કરી, જો ઉદિતેે ગાઇડલાઇન મુજબ જ જાહેરાત કરી હતી તો સાંજના 7 વાગ્યા સુધીનો વિચાર તેમને ક્યાંથી આવ્યો?, પોતાની રીતે અર્થઘટન કર્યું? કે કોઈએે ઉદિતના ખભે બંદૂક રાખી ઉદિતને બદનામ કરવાનો ખેલ પાડી દીધો? 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી