તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Agarwal Gave The Work For Rs 14.17 Crore At The Behest Of The Panel Advocate Who Refused To Give Rs 8 Crore To The Three Committees.

વિવાદ:ત્રણ કમિટીએ 8 કરોડ રૂપિયામાં આપવા ઇનકાર કર્યો તે કામ પેનલ એડવોકેટના કહેવાથી અગ્રવાલે 14.17 કરોડમાં આપ્યું

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઉદિત અગ્રવાલની ફાઇલ તસવીર - Divya Bhaskar
ઉદિત અગ્રવાલની ફાઇલ તસવીર
 • 3 DMC, સિટી ઇજનેર, ચીફ એકાઉન્ટન્ટ અને IT સેલના ડાયરેક્ટરે ‘કિંમત વધુ થાય છે’ તેવો અભિપ્રાય આપ્યો’તો
 • સાયબર સિક્યુરિટીનું કામ મોડું થાય તો રાજકોટને નુકસાન કરતા હોવાનું જણાવી પ્રજાના 6 કરોડનું નુકસાન કર્યું

રાજકોટ સ્માર્ટ સિટી હેઠળ 14.17 કરોડ રૂપિયાના ખર્ચે સાયબર સિક્યુરિટીનું ટેન્ડર છેલ્લા ત્રણ વર્ષથી ભાવવધારાના કારણે પેન્ડિંગ હતું. આ કામ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ જતા જતા લહાણી કરતા ગયા છે. આ ટેન્ડર અંગે અભિપ્રાય લેવા માટે ત્રણ કમિટી બનાવાઈ હતી ત્રણેય કમિટીના કહેવા મુજબ વધુમાં વધુ આ કામ 8 કરોડ રૂપિયામાં આપી શકાય, પરંતુ ઉદિત અગ્રવાલે લીગલ અભિપ્રાય કે જેમનું કામ કાયદાકીય રીતે કોર્ટ કેસ લડવાનું છે તેમણે સાયબર સિક્યુરિટી અંગે અભિપ્રાય આપ્યો અને તે માની લઇ અગ્રવાલે 6 કરોડ રૂપિયા વધારાનો બોજ શહેરીજનો પર નાખતા ગયા છે.

મનપાના પેનલ એડવોકેટ હેમંત મુનશીએ 3 ફેબ્રુઆરી 2021ના અભિપ્રાય આપ્યો જેમાં બીએસએનએલ સરકારી સંસ્થા હોવાથી કામ આપવાનો અભિપ્રાય આપ્યો હતો. ત્રણ ત્રણ કમિટીએ 14 કરોડ રૂપિયામાં સાયબર સિક્યુરિટીનું કામ આપી ન શકાય તેવું કહ્યું અને એક માત્ર લીગલ અભિપ્રાયના આધારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે 14.17 કરોડ રૂપિયાના ખર્ચે સાયબર સિક્યુરિટીનું કામ આપી દીધું છે.

કમિટીએ આ અભિપ્રાય આપ્યા હતા

 • રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ.એ સાયબર સિક્યુરિટી અંગે પીડબ્લ્યુસી પાસેથી વખતો વખત સ્પષ્ટતા માગવામાં આવી જેના જવાબમાં અને ત્યાર બાદ પીડબ્લ્યુસી દ્વારા વખતો વખત જવાબ આપ્યા છે જેમાં બી.એસ.એન.એલ. દ્વારા આપવામાં આવેલા સાયબર સિક્યુરિટીના ભાવ વધુ હોવાનું જણાવેલ છે.
 • 14 ઓગસ્ટ 2019ની બેઠકમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે સાયબર સિક્યુરિટી કમ્પોનન્ટ રૂ.8 કરોડથી વધુ ભાવ ન આપી શકાય તેવું જણાવ્યું છે.
 • રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ.ની બોર્ડ રિઝોલ્યુશનમાં સાયબર સિક્યુરિટીના ભાવ અતિશય ઊંચા છે તેમ જણાવ્યું છે અને ટેક્નિકલ કમિટીએ પણ આ અંગેનું ઇવોલ્યૂશન કરવામાં આવે તેમ સૂચવ્યું છે.
 • સાયબર સિક્યુરિટીના કમ્પોનન્ટની કિંમત માર્કેટ રેટ કરતા વધારે છે તેવું જણાય છે.
 • રિ-ટેન્ડરની પ્રક્રિયાથી કોઇ સીવીસી કે અન્ય ગાઇડ લાઇન્સનો ભંગ થાય છે કે કેમ તે સ્પષ્ટતા કરવા સૂચવ્યું હતું પરંતુ કમિટી અધ્યક્ષે અભિપ્રાય ન લીધો.
અન્ય સમાચારો પણ છે...