તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Against The Announcement Of 25% Relief In Education Department Fees, School Administrators Said That Fee Waivers Cannot Be Waived This Year.

સંચાલકો જ સરકાર?:શિક્ષણવિભાગની ફીમાં 25% રાહતની જાહેરાત સામે શાળા સંચાલકોએ કહ્યું, ‘આ વર્ષે ફીમાં માફી આપી શકાય તેમ નથી’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સંચાલકોએ કહ્યું, ચાલુ વર્ષે ફી કાપ માન્ય નથી અને યોગ્ય પણ નથી

કોરોના મહામારીમાં ગયા વર્ષે રાજ્યની ખાનગી શાળાઓમાં વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપી હતી. તાજેતરમાં શિક્ષણમંત્રીએ જ્યાં સુધી નવો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી 25 ટકા ફીમાં રાહત યથાવત્ રહેવાના નિર્ણય સામે શાળા સંચાલકો રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે, આ વર્ષે કોઈપણ સંજોગોમાં રાહત આપવી પરવડે તેમ નથી એટલે નહીં આપી શકીએ. તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે ફીમાં કાપ માન્ય નથી અને તે યોગ્ય પણ નથી, સરકારે એક પક્ષે નિર્ણય ન કરવો જોઈએ.

તાજેતરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા 25% ફીમાં રાહત આપવાની જોગવાઈ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી જોગવાઇ ચાલુ રાખવાની ટકોરનો ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું છે કે, ગત વર્ષે 25 ટકા ફીની રાહત આપવાની સરકારની જોગવાઈ જે તે સમય માટે યથાર્થ હશે કારણ કે, તે સમયે પૂર્ણ લોકડાઉન હોવાથી રોજગાર- ધંધા સંપૂર્ણ બંધ હતા અને લોકોને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ આ વખતે આંશિક લોકડાઉનને લીધે ધંધા- રોજગાર પર પ્રમાણમાં ઓછી અસર પડી છે, જેથી આ 25% સુધીની રાહતનો મુદ્દો સર્વ રીતે અયોગ્ય છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડે કહ્યું કે, 2019-20માં કોઇ પણ શાળાને ફી વધારો કરવાની મંજૂરી અપાઇ નહોતી. ઉપરાંત 2020-21 માં 25% ફી કાપ અપાયો તેમ છતાં 50% જેટલા વાલીઓએ ફી ભરવામાં ઉદાસીનતા દાખવી છે, જેની માઠી અસર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભોગવી રહ્યું છે.

ગુજરાતભરની શાળાને અત્યાર સુધીમાં 7000 કરોડનું નુકસાન
ગુજરાતની ફી રેગ્યુલેશન કમિટીના સભ્ય અજયભાઇ પટેલ જણાવે છે કે, વર્ષ 2019-20 તથા વર્ષ 2020-21ની સક્ષમ વાલીઓએ જે ફી ભરવામાં ઉદાસીનતા દાખવી છે તે ખરેખર ચિંતાજનક વિષય છે. સમગ્ર ગુજરાતની સ્વનિર્ભર શાળાઓને ફી ન મળતા 7000 કરોડ જેટલી માતબર રકમની નુકસાની વેઠી છે. સરકાર દ્વારા દરેક વાલીઓને સીધો ફી કાપ લાગુ કરવાને બદલે કેસ ટુ કેસ (પગાર કે આવકના સ્લેબ મુજબ ફી કાપની ટકાવારી) જેવો નિર્ણય લે તો જે જરૂરિયાતમંદ વાલીઓને મદદની સાચી જરૂર છે તેને મદદ મળે.

અન્ય સમાચારો પણ છે...