તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મનપાએ મિલકત વેરાની વસૂલાત માટે રિકવરી શરૂ કરી છે. જેના ભાગરૂપે એ.જી. ઓફિસે 1.10 કરોડ રૂપિયાનો ચેક મ્યુનિ. કમિશનરને આપ્યો હતો. આમ છતાં હજુ 31 માર્ચ સુધીમાં 111 કરોડની વસૂલાત કરવાની થશે. વર્ષ 2020-21ના નાણાકીય વર્ષમાં મિલકત વેરા વસૂલાતનો લક્ષ્યાંક રૂ.260 કરોડ નિર્ધારિત કરાયો છે જેની સામે આજ દિવસ સુધીમાં કુલ રૂ.149.50 કરોડની આવક થઈ છે અને ટાર્ગેટ પૂરો કરવામાં હજુ 111 કરોડનું છેટું છે.
રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરાના બાકી લેણાં માટે હાથ ધરવામાં આવી રહેલી વસૂલાતની કામગીરી અંતર્ગત એ.જી. ઓફિસે મંગળવારે 1.10 કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ બાકી રહેલી લેણાંની રકમ વસૂલાત માટે કરેલી કાર્યવાહીના અનુસંધાને એ.જી. ઓફિસના પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ બિરેન ડી. પરમારે નવી દિલ્હી સ્થિત હેડ ક્વાર્ટર સાથે સંકલન કરી ટેક્સ ચૂકવવા માટેની અનુમતી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ એ.જી.ઓફિસ વતી વેલ્ફેર ઓફિસર અને સિનિયર એ.ઓ. સુનિલ જે. પારેખે એ.જી.ઓફિસે ચૂકવવાની થતી 1.10 કરોડની રકમનો ચેક મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને આપ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.