સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો:રાજકોટમાં બે વર્ષ બાદ 17 ઓગસ્ટથી 5 દી’ લોકમેળો, આ વર્ષે નામકરણ નહીં

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકમેળામાં 338 સ્ટોલ માટે સોમવારથી ફોર્મ વિતરણ, રાઈડ્સ માટે 91 જગ્યા નક્કી કરાઈ
  • રેસકોર્સ મેદાનમાં લાખો લોકો બે વર્ષ પછી માણશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો

રાજકોટમાં આ વર્ષે 17 ઓગસ્ટથી પાંચ દિવસ સુધી મેળો થશે અને તેમાં મનમૂકીને મહાલી શકાશે. કોરોનાકાળ પહેલાના મેળાઓમાં નામકરણ માટે નવી પ્રણાલી શરૂ કરાઇ હતી જેમાં લોકો પાસેથી સૂચનો લઈને મેળાને નામ અપાતું હતું પણ આ વર્ષે હજુ આ પ્રક્રિયા કરાઈ નથી તેથી પહેલાની જેમ જ રાજકોટના સાંસ્કૃતિક લોકમેળા તરીકે જ ઓળખાશે.મેળામાં સૌથી મહત્ત્વનું હોય છે.

રમકડાં અને વિવિધ ચકરડીઓ અને રાઈડ્સ આ માટે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 338 સ્ટોલ રાખવામાં આવ્યા છે જે માટે સોમવારથી ફોર્મ આપવાના શરૂ થશે. આ ફોર્મ લઈને 16મી સુધી પરત કરી શકાશે. ત્યારબાદ રમકડાંના નાના સ્ટોલની ફાળવણી ડ્રોથી કરાશે અને ત્યારબાદ 28મીથી હરાજી શરૂ કરાશે. કુલ 338 સ્ટોલમાંથી ચકરડી અને યાંત્રિક રાઈડ માટે 91 જગ્યા નક્કી કરાઈ છે જ્યારે ખાણીપીણી માટે અલગ અલગ 16 સ્ટોલ છે.

આટલા પ્રકારના સ્ટોલ માટે જગ્યા નક્કી કરાઈ

વિગતસ્ટોલ સંખ્યા
રમકડાં178
ખાણીપીણી14
મધ્યમ ચકરડી4
નાની ચકરડી48
ફૂડ કોર્નર2
રમકડાં માટે કોર્નર32
યાંત્રિક રાઈડ10
યાંત્રિક રાઈડ29

યાંત્રિક રાઈડ ફિટનેસ સર્ટિફિકેશન બાદ જ ચાલુ થશે
​​​​​​​2019માં લોકમેળો થયો ત્યારે અમદાવાદની ઘટનાને લઈને દરેક યાંત્રિક રાઇડમાં ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરાયા હતા અને તેના વગર રાઈડ ચાલુ કરવા પર પ્રતિબંધ હતો. આ વર્ષે પણ આ નિયમ અમલી બનશે અને તેને માટે માર્ગ અને મકાન યાંત્રિક વિભાગ તેમજ અન્ય ઈજનેરો સાથે કમિટી બનાવાઈ છે અને તે પ્રમાણપત્ર આપશે તે જ રાઈડમાં લોકોને બેસાડવાની મંજૂરી અપાશે.

2019માં 13 લાખ લોકોએ માણ્યો હતો ‘ગોરસ’ મેળો
2019માં યોજાયેલા લોકમેળાને ‘ગોરસ’ નામ અપાયું હતું અને તેમાં અત્યાર સુધીની સૌથી વધુ જનમેદની નોંધાઈ હતી. વહીવટી તંત્રના દાવા અનુસાર તે સમયે 13 લાખથી વધુ લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. સામાન્ય રીતે દર વર્ષે 8થી 10 લાખ લોકો મેળો માણવા આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...