મનપા તંત્ર સફાળું જાગ્યું:શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટીયન્સે હજારો કિલો પેટીસ આરોગ્યા બાદ આરોગ્ય વિભાગે 70 કિલો વાસી પેટીસ ઝડપી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધનલક્ષ્મી અને શ્રીનાથજી ફરસાણમાંથી કુલ 70 કિલો પેટીસનો નાશ, 4 વેપારીઓ પાસેથી નમૂના લેવામાં આવ્યા

શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં પેટીસનું સૌથી વધુ ચલણ હોય છે ત્યારે રાજકોટમાં મનપા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટીયન્સે હજારો કિલો પેટીશ આરોગ્યા બાદ આરોગ્ય વિભાગે 60 કિલો વાસી પેટીસ ઝડપી છે. જેમાં ધનલક્ષ્મી ફરસાણ 50 કિલો પેટીસ, શ્રી નાથજી ફરસાણ 10 કિલો પેટીસ, ભગવતી ફરસાણમાં 7 કિલો દાજીયુ તેલ અને સંતોષ ડેરી ફાર્મમાં 3 કિલી દાજીયા તેલની નાશ કરવામાં આવ્યો છે. જયારે ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ 4 વેપારીઓ પાસેથી નમૂના લેવામાં આવ્યા છે

અખાધ્ય ચીજોનો નાશ કરાવામાં આવ્યો
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન ફરાળી પેટીશનું ઉત્પાદન તથા વેંચાણ કરતાં અમીનમાર્ગ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, કોટેચા ચોક, સંતકબીર રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર વિસ્તારમાં કુલ 33 પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી ખાધ્ય ચીજો બનાવા માટે ઉપયોગમાં લેવાતા ખાધ્યતેલની TPC વેલ્યૂ, ઈંગ્રીનડિયન્સ તેમજ હાયજિનિક કંડીશનની ચકાસણી કરવામાં આવેલ તથા કુલ 70 કિલો વાસી અખાધ્ય ચીજોનો નાશ કરાવામાં આવેલ.

આ ચીજવસ્તીઓના નમૂના લેવાયા​​​​​​​​​​​​​​

  • એવરસ્ટાર મેઇઝ સ્ટાર્ચ (25 kg pkd માંથી) સ્થળ : સુરેશ કનફેક્સનરી વર્કર્સ-લાતી પ્લોટ -8/10, રાજાવીર કારગોની બાજુમાં, રાજકોટ.
  • ગ્લોબલ ફૂડ્સ સ્ટાર્ચ પાઉડર (1 kg pkd) સ્થળ : સુરેશ કનફેક્સનરી વર્કર્સ-લાતી પ્લોટ -8/10, રાજાવીર કારગોની બાજુમાં, રાજકોટ.
  • ફરાળી પેટીશ (પ્રિપેર્ડ -લુઝ) સ્થળ : વરિયા ફરસાણ માર્ટ -સીતારામ સોસાયટી, પેડક રોડ, રાજકોટ.
  • ફરાળી પેટીશ (પ્રિપેર્ડ -લુઝ) સ્થળ : શ્રીનાથજી ફરસાણ માર્ટ -પ્રજાપતિએ નગર,પેડક રોડ, રાજકોટ.
અન્ય સમાચારો પણ છે...