તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:સમાધાન બાદ સરકાર ભૂલી ગઇ, હજુ સમન્સ મળે છે, કથીરિયા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નરેશ પટેલની ઓફિસે કથીરિયા, બાંભણિયાની મુલાકાત

ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળવા માટે પાટીદાર આગેવાનો દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયા રાજકોટ આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન બન્ને પાટીદાર યુવાનોએ સરકાર સાથે પાટીદાર આંદોલન સમયે યુવાનો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાના સમાધાન બાદ સરકાર સમાધાન ભૂલી ગઇ છે અને હવે યુવાનોને સમન્સ મળી રહ્યા હોવા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પાટીદાર યુવાનોના શિક્ષણ માટે કેવા પ્રકલ્પો શરૂ કરી શકાય તેમજ બેરોજગારને રોજગારી આપવા આગામી દિવસોમાં શું કરી શકાય તે મુદ્દે પણ નરેશ પટેલ સાથે ચર્ચા થઇ હતી. કથીરિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, સરકાર સમાધાન કર્યા બાદ ભૂલી ગઇ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કથીરિયાએ જણાવ્યું હતું કે, મને કોઇ પક્ષમાં જોડાવવાની ઇચ્છા નથી. સામાજિક ઉત્થાનમાં અને સામાજિક કાર્યક્રમોમાં રસ છે.

જ્યારે સમાજને જરૂર હશે અને સમાજના વડીલો જે દિશા નિર્દેશ કરશે એ તરફ અમે આગળ વધીશું. કથીરિયા ઉપર ચાલતી પોલીસ કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે, મને આનંદ થાય છે કે ગુજરાતની પોલીસ મારા જેવા સામાન્ય યુવાન પર આટલું ધ્યાન રાખી રહી છે. આટલું જ ધ્યાન લૂંટારા-હત્યારા-રેપિસ્ટોને પકડવા માટે આપે તો હું આ સરકારને અને ગુજરાત પોલીસને અભિનંદન આપીશ. કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દોઢ વર્ષથી મળ્યા ન હોવાથી નરેશભાઈનો મળવા માટે સમય માગ્યો હતો અને 20-25 મિનિટની ચર્ચા માટે મળ્યા હતા.

ભવિષ્યમાં અનામત આંદોલન અંગે ચર્ચા કરવાની થશે ત્યારે ત્યારે હાર્દિક પટેલ સહિત આખી ટીમ નરેશભાઇ સહિતના આગેવાનોને મળશે અને માર્ગદર્શન મેળવીશું. પાસના આગેવાનો ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મુલાકાત લેતા રાજકારણ ફરી ગરમાયું હોય તેવું ચિત્ર હાલ સામે આવી રહ્યુ છે. ત્યારે આગામી સમયમાં આ બેઠક શું પરિણામ લાવશે તે સમય જ જણાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો