રાજકોટ શહેરમાં કોરોના વાયરસના નવા કેસ સાથે એક્ટીવ કેસની સંખ્યામાં થઇ રહેલ ઘટાડો અને રિકવરી રેટમાં થયેલા વધારાને કારણે શહેરીજનો હવે વધુ પ્રમાણમાં સિટી બસ અને BRTS બસમાં મુસાફરી કરતા થયા છે. જેમાં છેલ્લા એક માસમાં સિટી બસમાં 5.12 અને BRTS બસમાં પણ 4.44 લાખ લોકોએ મુસાફરી કરી છે. ઉલ્લેખનીય છે કે બીજી લહેર આવતા શહેરીજનો સિટી બસમાં મુસાફરી કરતા પણ ખતરો અનુભવતા હતા.
ટ્રાફિક નિયમો અંગે સતત માર્ગદર્શન અપાય છે
આજે રાજકોટ રાજપથ લી. કંપનીએ જાહેર કરેલા જુલાઇ માસના રીપોર્ટ મુજબ કોવિડ-19 હેઠળ 37 રૂટ પર ચાલતી 73 સિટી બસ જુલાઇમાં 312165 કિ.મી. ચાલી છે અને 512779 મુસાફરોએ તેનો લાભ લીધો છે. લોકો હવે રોજિંદી અવર જવર માટે સીટી બસનો ઉપયોગ વધારવા લાગ્યા છે. ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે.
ગેરરીતિ બદલ બે કંડકટરને સસ્પેન્ડ કરાયા
ગત મહિને બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને 10350 કિ.મી. એટલે કે રૂા. 4.55 લાખનો દંડ કરાયો છે. તો ફેર કલેકશન એજન્સી ડી.જી.નાકરાણીને રૂા. 18900, નેશનલ સિકયુરીટી એજન્સીને રૂા. ત્રણ હજારની પેનલ્ટી કરવામાં આવી છે. જયારે ગેરરીતિ બદલ બે કંડકટરને કાયમી અને 13 હંગામી ધોરણે સસ્પેન્ડ કરાયા છે.150 ફુટ રોડ પર દોડતી બીઆરટીએસ બસો જુલાઇ મહિનામાં 70337 કિ.મી. ચાલી છે અને 4.44 લાખ નાગરિકોએ તેનો લાભ લીધો છે.
અન્ય કોઇ ફરીયાદ માટે કોલ સેન્ટર કાર્યરત
તેના બસ ઓપરેટર માતેશ્વરી ટ્રાવેલ્સને 635 કિ.મી. એટલે કે રૂા. 48215નો અને રાજ સિકયુરીટી એજન્સીને રૂા.12556નો દંડ કરાયો છે. ટીકીટ વગર પકડાયેલા ચાર મુસાફરો પાસેથી રૂા. 400નો દંડ લેવામાં આવ્યો હતો. કંડકટર ટીકીટ ન આપે કે અન્ય કોઇ ફરીયાદ હોય તો કોલ સેન્ટર નં. 0281-2450077 પર ફરીયાદ કરવા મહાપાલિકાએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.