તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટિયન્સને કોરોના ફળ્યો:બીજી લહેર બાદ રાજકોટમાં 50 લાખ રૂપિયા સુધીની 50 અને 1 કરોડની 13 લકઝુરિયસ કાર ઉદ્યોગપતિઓએ ખરીદી કરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ચાર માસમાં 5278 કાર અને 12,505 ટુ વ્હીલરની ખરીદી થઇ, સૌથી વધુ ટુ વ્હીલર ખરીદી જૂનમાં
  • ઓક્સિજન પ્લાન્ટ, મેડિકલ અને ઓટો સાથે સંકળાયેલાઓએ મોંઘી કારની ખરીદી
  • ઓટો મોબાઈલના પાર્ટસ બનાવતી કંપનીને દેશ- વિદેશમાંથી ઓર્ડર મળી રહ્યા છે

કોરોનાની બીજી લહેર ઓક્સિજન પ્લાન્ટ મેડિકલ અને ઓટો ઈન્ડસ્ટ્રીઝ માટે પોઝિટિવ સાબિત થઈ છે. બીજી લહેર બાદ ઓક્સિજન પ્લાન્ટ, મેડિકલ અને ઓટો ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓએ મોંધી કારની ખરીદી કરી છે. રાજકોટમાં કોરોના પછી રૂ. 25 થી 50 લાખ સુધીની કિંમતના 50 લકઝુરિયસ કાર અને રૂ. 50 લાખથી એક કરોડ સુધી કિમંતની 13 લકઝુરિયસ કારની ખરીદી થઈ છે.

આ સિવાય ચાર માસમાં લકઝુરિયસ કાર ખરીદનારા 250 છે. એપ્રિલ 2021 થી લઈને જુન 2021 સુધીમાં 5278 કારની ખરીદી થઈ છે. ટુ વ્હીલર ખરીદનારની સંખ્યા 12,505 છે. જો કે ચાર માસમાં સૌથી વધુ ટુ વ્હીલરની ખરીદી જુન માસમાં નોંધાઈ છે.એકલા જુન માસમાં જ 4173 લોકોએ ટુ વ્હીલર ખરીદ કર્યા છે. જ્યારે ફોર વ્હીલરની ખરીદી સૌથી વધુ મે માસમાં થઇ છે.જેમાં ખરીદનારાની સંખ્યા 1604 છે. જો કે હાલમાં કેટલીક કાર ખરીદીમાં વેઈટીંગ હોવાનું પણ ડિલરો જણાવે છે.

કોરોના બાદ ફોર્જિંંગ, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં ડીમાન્ડ વધી છે. રાજકોટમાં બનતા ઓટો મોબાઈલના પાર્ટસના ઓર્ડર દેશ- વિદેશમાંથી મળી રહ્યા છે. આ ઈન્ડસ્ટ્રીઝની ગાડી પહેલાની જેમ પાટે ચડી રહી છે. જો ત્રીજી લહેર નહિ આવે તો રાજકોટમાં ઓટો મોબાઈલના ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોમાં દિવાળી પહેલા જ દિવાળી આવી જશે. તેમ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

ત્રણ વર્ષમાં કાર-ટુ વ્હીલરની ખરીદી

2018-201977,14717,757
2019-202068,87316,094
2020-202139,24613,146
  • રાજકોટ ઓટો મોબાઈલનું હબ છે. અહીં સાઇકલના પાર્ટસથી લઇને લકઝુરિયસ કારના પાર્ટસ બને છે. પરિણામે એન્જિનિયરિંગ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે.

2021- 2022 માં એપ્રિલથી જુલાઈ માસમાં કાર અને ટુ વ્હીલરની ખરીદી

માસટુ વ્હીલરફોર વ્હીલર
એપ્રિલ2,079644
મે2,2621,604
જુન41731452
જુલાઇ39911578
કુલ સંખ્યા12,5051578

ચાર વર્ષમાં 1735 લકઝુરિયસ કાર ખરીદી

વર્ષકાર ખરીદી
2018-2019536
2019-2020511
2020-2021448
2021-2022240

ઓટો લોનમાં 10 ટકા સુધીનો ગ્રોથ
કોરોના બાદ લોકો શહેરમાં અને લાંબી મુસાફરી માટે માસ ટ્રાન્સપોર્ટેશન ટાળી રહ્યા છે.જેને કારણે ટુ- વ્હીલર અને ફોર વ્હીલરમાં ખરીદનારા વધી રહ્યા છે. લોનથી વાહન લેનારની સંખ્યા વધી હોવાથી ઓટો લોનમાં 10% સુધીનો ગ્રોથ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...