ભાજપ માટે CM રૂપાણી?:મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના બે મહિના બાદ રાજકોટમાં વિજય રૂપાણીના જૂના પોસ્ટર હજી યથાવત, ‘વિકાસનો વિજયનાદ’ના સ્લોગન

રાજકોટ13 દિવસ પહેલા
વિજય રૂપાણીના મત વિસ્તારમાં હજુ તેમના જૂના પોસ્ટર યથાવત છે.
  • પોસ્ટરમાં વિજયરૂપાણીનો ફોટો મોટો અને સી.આર. પાટીલનો ફોટો નાનો

મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યાના બે મહિના જેવો સમય થઈ ગયો છે. છતાં તેમના મત વિસ્તારમાં હજી જૂના પોસ્ટર યથાવત છે. જેમાં વિજય રૂપાણીનો ફોટો મોટો, પછી નીતિન પટેલનો ફોટો અને સૌથી નાનો સી.આર. પાટીલનો ફોટો જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં ‘રાજકોટનો એક જ સાદ, વિકાસનો વિજયનાદ’નું સ્લોગન લખવામાં આવ્યું છે. પોસ્ટર પરથી હજી મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી હોય તેવું સ્પષ્ટ થાય છે તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે.

ગઇકાલ સુધી રાજકોટ ભાજપ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી જ હતા
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ રાજકોટ ભાજપ માટે હજુ રૂપાણી જ મુખ્યમંત્રી હોય એમ ‘CM વિજય રૂપાણી’ના નામનું લેટર બોક્સ હજુ ગઇકાલ સુધી યથાવત્ રાખવામાં આવ્યું હતું. પરંતુ મીડિયાના અહેવાલથી ભાજપ કાર્યાલય સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ‘પૂર્વ CM વિજય રૂપાણી’ લખી વિવાદ ટાળ્યો હતો.

પોસ્ટરમાં લખવામાં આવેલું સ્લોગન.
પોસ્ટરમાં લખવામાં આવેલું સ્લોગન.

સ્નેહમિલનમાં થયેલા વિવાદના ઘેરા પડઘા પ્રદેશ કક્ષાએ પડ્યા
ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં રૂપાણી અને મોકરિયા વચ્ચે થયેલા વિવાદ બાદ પ્રદેશમાંથી શહેર ભાજપમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને સ્થાન મળવું જોઈએ એવા આદેશ થયા હતા. જેને પગલે ભાજપ કાર્યલયમાં શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીની ઓફિસ રામ મોકરિયાને ફાળવવામાં આવી છે. આથી કમલેશ મીરાણી હવે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેસશે. પરંતુ રાજકોટ ભાજપમાં રૂપાણી અને મોકરિયાના સમર્થકોએ બે જૂથ પાડી દેતાં નવાં સમીકરણો જોવા મળી રહ્યાં છે.

વિજય રૂપાણીના ઠેર ઠેર પોસ્ટર યથાવત રાખવામાં આવ્યા છે.
વિજય રૂપાણીના ઠેર ઠેર પોસ્ટર યથાવત રાખવામાં આવ્યા છે.

કાર્યક્રમ રદ કરતાં અનેક ચર્ચાઓ શરૂ
15 નવેમ્બરે રાજકોટમાં યોજાયેલા સ્નેહમિલનમાં થયેલા વિવાદના પ્રદેશ કક્ષાએ ઘેરા પડઘા પડ્યા છે. 20 નવેમ્બરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ આવવાના હતા અને તેમની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાવાનું હતું, પરંતુ હવે એ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ રાજકોટ તો આવી જ રહ્યા છે. પરંતુ શહેર ભાજપ આયોજિત કાર્યક્રમ રદ કરી દેવાતાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનું વિજય રૂપાણીનું પોસ્ટર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનું વિજય રૂપાણીનું પોસ્ટર.
અન્ય સમાચારો પણ છે...