• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After The Murder Of A Watchman At Naresh Patel's Vevai Bungalow In Rajkot, CCTV Came In Front, A Suspicious Youth Appeared From The Scene.

CCTVમાં હત્યારો કેદ !:રાજકોટમાં નરેશ પટેલના વેવાઇના બંગલે ચોકીદારની હત્યા બાદ CCTV સામે આવ્યા, ઘટના સ્થળેથી શકમંદ યુવક દેખાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
CCTVમાં ઘટના સ્થળેથી શકમંદ યુવક દેખાયો - Divya Bhaskar
CCTVમાં ઘટના સ્થળેથી શકમંદ યુવક દેખાયો
  • CCTVમાં માથામાં ટોપી, હાથમાં મોજા અને ગળામાં કપડું વીંટેલો એક શખ્સ દૃશ્યમાન થાય છે.
  • પ્રવીણભાઈએ નોકરીમાંથી છૂટા કરાતા શખ્સે કાંડ કર્યાની શંકા

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઈ પટેલના રાજકોટના અમીનમાર્ગ સ્થિત વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલ બંગલામાં ગઇકાલે રાત્રે થયેલ હત્યાના બનાવમાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલ CCTV ફુટેજમાં એક શખ્સ નજરે પડી રહ્યો છે. જે માથામાં ટોપી, હાથમાં મોજા અને ગળામાં કપડું વીંટેલું જોવા મળી રહ્યું છે. હાલ પોલીસે અલગ અલગ જગ્યાના CCTV ફૂટેજ તલાશી તપાસ હાથ ધરી છે.

બંગલાના કેરટેકર વિષ્ણુ ઘુચલાની હત્યા નિપજાવવામાં આવી
રાજકોટ શહેરના અમીનમાર્ગ પર આવેલ વિદ્યાકુંજ સોસાયટી શેરી નંબર 1 માં ઈશાવાસ્યમ નામનો બંગલો આવેલ છે. જે બંગલો ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલના વેવાઈ પ્રવિણભાઇ પટેલનો હોવાનું સામે આવ્યું છે. આ બંગલામાં 35 વર્ષથી પ્રવિણભાઇ પટેલ સાથે કામ કરતા અંગત વિશ્વાસુ એવા બંગલાના કેરટેકર વિષ્ણુ ઘુચલા (ઉ.વ.68)ની ગઇકાલે રાત્રીના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. બનાવની જાણ થતા રાજકોટ માલવિયા નગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને CCTV ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા
પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા

ઘરમાં તમામ ચીજવસ્તુઓ સલામત જોવા મળી
પ્રવિણભાઇ પટેલના પાડોશી એ બંગલામાં કૈક અજુગતું થતું હોવાની જાણ થતા જોયું હતું અને એક શખ્સને ભાગતો જોયો હતો. બાદમાં પ્રવિણભાઇને જાણ કરી હતી. જેથી પોતે વડોદરા હોવાથી તેમના સબંધીને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમને વિષ્ણુભાઈની લાશ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસતા પ્રથમ ચોરી કે લૂંટ ના ઇરાદે હત્યાની શંકા વ્યક્ત કરી હતી પરંતુ ઘરની તપાસ કરતા ચોરી કે લૂંટ ના ઇરાદે હત્યા ન થયાનું ફલિત થયું હતું. ઘરમાં તમામ ચીજવસ્તુઓ સલામત જોવા મળી હતી. જે બાદ CCTV ફૂટેજ ચકાસતા પાછળના ભાગથી એક શખ્સ ઘરમાં પ્રવેશ કર્યાનું જોવા મળ્યું હતું.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાલ તપાસ હાથ ધરી છે
પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાલ તપાસ હાથ ધરી છે

નોકરીમાંથી છૂટા કરાતા શખ્સે કાંડ કર્યાની શંકા
અને CCTVમાં ઘટના સ્થળ પાસેથી આ શખ્સ જોવા મળ્યો હતો. અને તેણે જ હત્યા નિપજાવી હોવાની પુરી શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પ્રવિણભાઇ ચાર વર્ષથી વડોદરા સ્થાયી થઇ ગયા છે. મૃતક વિષ્ણુભાઈ કેરટેકર તરીકે જે બંગલામાં કામ કરતા હતા ત્યાં પ્રવીણભાઈએ તેમની ઓફિસમાં કામ કરતા શખ્સને રાખ્યો હતો અને એક મહિના પહેલા જ છૂટો કર્યો હતો. જેથી તેણે હત્યા નિપજાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે હત્યાનું સાચું કારણ તો આરોપી પકડાયા બાદ જ જાણી શકાશે.