તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાજકોટમાં લોકડાઉન બાદ આર્થિકભીંસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ, રોજગારી અટકી જતા પગલું ભર્યાનું તારણ

એક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિણીતાને બીજા મકાનની ચિંતા સતાવતી હતી.

રાજકોટ શહેરના મવડી ચોક નજીક બાપા સિતારામ ચોક પાસે પ્રણામી પાર્કમાં રહેતી પરિણીતાએ ગઇકાલે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લોકડાઉન બાદ આર્થિક ભીસમાં આવી જતા પરિણીતાએ આત્મઘાતી પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. પરિણીતાના આપઘાતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

પરિણીતાને બીજા મકાનની ચિંતા સતાવતી હતી
રાજકોટ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોરોના મહામારીમાં લોકડાઉન થયા બાદ ધંધો બરાબર ન ચાલતા ઝેરોક્ષની દુકાન કેટલાક સમય પહેલા બંધ કરી દીધી હતી. આ તરફ આર્થિક ભીંસમાં આવી ગયેલા પરિવારને ભાડાનું મકાન પણ ખાલી કરવાનું હોવાથી પરિણીતાને બીજુ મકાન કયારે મળશે? તેવી ચિંતા સતાવતી હતી.

પતિ કારખાનેથી ઘરે આવ્યા ત્યારે પત્નિ લટકતી હતી
પરિણીતાએ 10 વર્ષ પહેલાં પતિ મનોજભાઈ સાથે લવમેરેજ કર્યા હતા. ત્યારબાદ તેને સંતાનમાં એક પુત્ર એક પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. બાળકો લોધીકા દાદાના ઘરે ગયા હતાં અને પ્રાઈવેટ નોકરી કરતાં પતિ કામે ગયા હોવાથી ઘરે એકલા પરિણીતાએ પતિને જમવા માટે ફોન કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરફ તેના પતિએ પરિણીતાનો ફોન કરતા, સામે છેડેથી રિસિવ નહી થતા ઘરે જઈને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ નહી ખોલતા પાડોશીના ઘરની અગાસી પરથી પોતાના ઘરે જઇ દરવાજો તોડીને અંદર જોતા હેતલબેન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આઘાતથી સ્તબ્ધ બની ગયા હતાં. 108ને જાણ કરતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં આ અંગે રાજકોટ તાલુકા પોલીસે ઘટનાસ્થળે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો