આયોજન:જમીન બાદ હવે દુકાનોની પણ મનપા હરાજી કરશે, મનપાની આવક પર મોટી ખાધ

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

લોકડાઉનમાં મનપાની આવક પર મોટી ખાધ જોવા મળી છે. જેના પગલે મનપાએ 125 કરોડની જમીન વેચવા કાઢી છે. આ ઉપરાંત આવાસ યોજનાની સાથે સાથે શોપિંગ સેન્ટરનું બાંધકામ કર્યું હતું તેમાં રહેલી દુકાનોની પણ હરાજી કરવાનું નક્કી કરાયું છે. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરના રેલનગર પોપટપરા વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશિપની 7 દુકાન, ડો.હેડગેવાર ટાઉનશિપની 7 દુકાન અને મહર્ષિ અરવિંદ ટાઉનશિપ સેન્ટરની 1 દુકાન મળી 15 દુકાનની જાહેર હરાજી 19 જાન્યુઆરીએ મહર્ષિ અરવિંદ ટાઉનશિપ કર્ણાવતી સ્કૂલની બાજુમાં રેલનગર ખાતે 19 જાન્યુઆરીએ સવારે 9 કલાકે રાખવામાં આવી છે.

દુકાનોની અપસેટ કિંમત 8.10 લાખથી 10 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. જાહેર હરાજીમાં ભાગ લેવા માગતા વ્યક્તિઓએ સ્થળ પર 1 લાખની રોકડ અથવા બેંક ડિમાન્ડ ડ્રાફ્ટથી ડિપોઝિટ ભરી હરાજીમાં ભાગ લઇ શકશે. ઊંચી બોલી બોલનારે દુકાનની કિંમતની 25 ટકા રકમ સ્થળ પર ભરવાની રહેશે. ડિપોઝિટની રકમ હરાજી પૂર્ણ થયા બાદ સ્થળ પર જ પરત અપાશે.

અન્ય સમાચારો પણ છે...