તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:રાજકોટમાં છૂટાછેડા પછી પૂર્વ પતિએ મૈત્રીકરાર કરી સાથે રહેવાનું કહેતા મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ, ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • મહિલાએ યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા, મૃતકના પિતા કડિયાકામ કરે છે

રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી એક ત્યક્તાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે તેમને લોહાણા યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ છૂટાછેડા લીધા હતા અને પતિએ ફરીથી મૈત્રીકરારમાં રહેવાનું કહેતા ડિપ્રેશનમાં આવી પગલું ભરી લીધું હતું. આ અંગે આજીડેમ પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પિતા કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતી પ્રેમલતાબેન ભીખુબેન ગોહેલ (ઉં.વ.28) નામની યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે તેમના પરિવારે જણાવ્યુ હતું કે, પ્રેમલતા બે બહેનમાં મોટી છે. પિતા કડીયાકામ કરે છે. પ્રેમલતાએ રાજકોટનાં લોહાણા યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન કર્યા બાદ બંને વચ્ચે મનદુ:ખ થતાં છૂટાછેડા લઇ લીધા હતા.

ફરી પૂર્વ પતિએ મૈત્રીકરારમાં રહેવાનું કહ્યું હતું
ત્યારબાદ થોડા દિવસ પ્રેમલતાં માતા-પિતા સાથે રહ્યા બાદ યુવાને ફરી પ્રેમલતાનો સંપર્ક કર્યો અને મૈત્રીકરારમાં રહેવાનું કહેતા ડિપ્રેશનમાં આવી પગલું ભરી લીધું હતું. આ અંગે 108નાં ઇએમટી યશ વાડોલીયાએ પ્રેમલતાને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી. આ મામલે આજીડેમ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.